આ રીતે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં મલાઈ કોફતા


આ રીતે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં મલાઈ કોફતા

મોટે ભાગે જ્યારે આપણે રેસ્ટોરેન્ટની અંદર જમવા જતા હોઈએ છીએ ત્યારે વિવિધ જાતના પંજાબી શાક ઓર્ડર કરતા હોઈએ છીએ, અને રેસ્ટોરેન્ટની અંદર પીરસવામાં આવતા આ શાક આપણને ખૂબ જ ભાવતા હોય છે. બાળકોને ખાસ કરીને મલાઈ કોફતા નુ શાક ખૂબ વધુ માત્રામાં ભાવતું હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવશો રેસ્ટોરન્ટમાં મળતાં મલાઈ કોફતા જેવું જ શાક.

સામગ્રી

  • 150 ગ્રામ પનીર
  • 2 બાફેલા બટેટા
  • 1 લીલું મરચું
  • ૧૦ થી ૧૨ લસણની કળી
  • એક મોટો કટકો આદુ
  • છથી સાત બદામ
  • છથી સાત કાજુ
  • બે ઝીણી સમારેલી ડુંગળી
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • ૨ થી ૩ ચમચી મેંદો
  • 50 ગ્રામ ફ્રેશ ક્રીમ
  • તળવા માટે તેલ
  • 1 મોટો ચમચો
  • એક ચમચી કસૂરી મેથી
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું
  • જીણી સમારેલી ધાણા ભાજી

બનાવવાની રીત :-

  1. સૌ પ્રથમ એક વાસણ ની અંદર પનીર અને બટેટાને એકદમ ક્રશ કરી લો. અહીં બને વસ્તુને એકદમ બારીક ક્રશ કરી લેવી જેથી કોફતા એકદમ સારા બને. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી થોડા લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મેંદો ઉમેરી દો.
  2. ત્યારબાદ આ મિશ્રણમાંથી નાના નાના ગોળ લૂઆ લઇ તેના વડા બનાવી લો અને તેની વચ્ચે ડ્રાયફ્રુટ નું સ્ટફિંગ કરી દો અને ફરીથી તેને એકદમ ગોળ વારી લો. ત્યારબાદ આ બોલને મેંદા ની અંદર બરાબર રગદોળી લો. જેથી કરીને તેની બધી બાજુ મેંદો બરાબર ચોટી જાય.
  3. હવે એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર આવી જાય ત્યારબાદ સોનેરી રંગના થાય ત્યાં સુધી આ બોલને તળી લો. હવે એક વાસણ ની અંદર બટર ઉમેરી તેની અંદર વધારાના કાજુ અને બદામ ઉમેરી બરાબર ફ્રાય કરી લો અને જ્યારે તેનો કલર બરાબર બદલાવા લાગે ત્યારબાદ તેની અંદર આદુ, લસણ અને લીલા મરચા તથા ડુંગળી અને ટમેટા ઉમેરી દો. અને તેને બરાબર પાકવા દો.
  4. જો તમે ઈચ્છો તો તેની અંદર થોડું મીઠું પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આ મિશ્રણ બરાબર પાકી જાય એટલે ગેસ બંધ કરી દો, અને જ્યારે આ મિશ્રણ બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને મિક્સર ની અંદર ક્રશ કરી લો જેથી એકદમ બારીક ગ્રેવી બની જાય.
  5. હવે એક વાસણની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું અને થોડો ગરમ મસાલો ઉમેરી બેથી ત્રણ મિનિટ સુધી પાકવા દો. ત્યારબાદ તેની અંદર આપણે અગાઉ થી બનાવેલી પીવી ઉમેરી અંદાજે ૩ થી ૪ મિનિટ સુધી પાકવા દો અને જ્યારે તે બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો.
  6. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને કરવા માટે રાખી દો અને જ્યારે તે બરાબર ઉપડી જાય ત્યારબાદ તેની અંદર આપણે અગાઉથી બનાવેલા પનીર બોલ ઉમેરી દો અને વાસણને ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધી પાકવા દો.
  7. જ્યારે આપણા જરૂર મુજબની ઘાટી ગ્રેવી બની જાય ત્યારે ગેસ બંધ કરી દો અને ઉપરથી થોડું ફ્રેશ ક્રીમ ઉમેરી દો અને ગાર્નિશીંગ માટે ઝીણી સમારેલી ધાણા ભાજી ઉમેરી દો.
  8. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ રેસ્ટોરેન્ટ સ્ટાઇલના મલાઈ કોફતા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11



Source link

Like it.? Share it: