આ રીતે બનાવો માત્ર ૧૦ રૂપિયામાં ૨૦૦ ગ્રામ પનીર


આ રીતે બનાવો માત્ર ૧૦ રૂપિયામાં ૨૦૦ ગ્રામ પનીર

નમસ્કાર મિત્રો દરેક લોકોને પનીર ખૂબ જ ભાવતું હોય છે. પરંતુ જ્યારે બજારમાંથી આપણે આ પનીર લેવા જતા હોઈએ છીએ ત્યારે તેની કિંમત સાંભળીને આપણે પણ આપણા જરૂર મુજબનું લેતા નથી. કેમકે બજારની અંદર ખૂબ મોંઘા ભાવનું પડતું હોય છે. પરંતુ આજે અમે આપને બતાવી રહ્યા છીએ સોયાબીનના દૂધમાંથી બનતું તો ફૂટ એટલે કે પનીરની રેસિપી કે જે માત્ર દસ રૂપિયાના ખર્ચામાં બની જશે ૨૦૦ ગ્રામ જેટલૂ પનીર.

સામગ્રી

  • એક લીટર સોયાબીનનું દૂધ
  •  બે લીંબુ
  • ત્રણથી ચાર ચમચી એલચી

બનાવવાની રીત

  1. સોયાબીનના દૂધમાંથી પનીર બનાવવા માટે સૌ પ્રથમ એક લીટર જેટલું સોયાબીનનું દૂધ લઈ તેની અંદર થોડો એલચી પાઉડર ઉમેરી દો. જેથી કરીને સોયાબીન ના દૂધ માં આવતી સમેલ છે તે દૂર થઇ જાય.
  2. ત્યારબાદ સોયાબીનના દૂધની અંદર લીંબુ ઉમેરીને ફડવા માટે રાખી દીધું. જો તમે અહીંયા લીંબુનો ઉપયોગ ન કરવા માગતા હો તો તમે વિનેગર નો પણ ઉપયોગ કરી શકો છો.
  3. ત્યારબાદ પનીર બનાવવા માટે તમારે આ દૂધને એકદમ ગરમ કરવું પડશે અને જ્યારે તે દૂધ ઉકળવા લાગે ત્યારે તેને હલાવતા રહો, જેથી કરીને તેનું પનીર નીચેના ભાગે જમા થઈ જાય.
  4. જ્યારે દૂધ બરાબર ફાટીને અલગ-અલગ ભાગમાં વહેંચાઇ જાય ત્યારબાદ તેની અંદર રહેલું વધારાનું પાણી ગાળી લો અને તેની અંદર રહેલુ ઘન પનીરને એક અલગ કપડાંની અંદર અલગ કરી લો.
  5. ત્યારબાદ આ પનીરને બરાબર પાણીથી ધોઈ લો જેથી કરીને લીંબુ કે વિનેગાર નું ખાટા પણ હોય તે પનીરમાંથી દૂર થઈ જાય. ત્યારબાદ તેને વધારાનું પાણી નીતરવા માટે રાખી દો.
  6. જ્યારે તેની અંદરનું બધું પાણી નીતરી જશે ત્યારે તૈયાર થઈ જશે એકદમ સ્વાદિષ્ટ અને સસ્તું પનીર.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: