આ રીતે બનાવો ઝટપટ રીંગણ મેથીનું મજેદાર શાક


આ રીતે બનાવો ઝટપટ રીંગણ મેથીનું મજેદાર શાક

નમસ્કાર મિત્રો અત્યાર સુધી રીંગણનું શાક તો દરેક લોકોએ ખાધું જ હશે. પરંતુ શું કોઈએ રીંગણ મેથીનું શાક ક્યારેય ખાધુ છે? રીંગણ મેથીનું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે આપણે બનાવશો રીંગણ મેથીનું શાક.

સામગ્રી

  • ૧૫૦ ગ્રામ લીલી મેથી
  • 250 ગ્રામ રીંગણા
  • એક ચમચી આદુ-લસણની પેસ્ટ
  • ૨ ચપટી હિંગ
  • એક ચમચી ધાણાજીરું પાઉડર
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  •  ૧ ઝીણું સમારેલુ ટમેટું
  • અડધી ચમચી આખું જીરું
  • સ્વાદ અનુસાર મીઠુ
  • જરૂર મુજબ તેલ

બનાવવાની રીત

  1. રીંગણ મેથી નુ શાક બનાવવા માટે સૌપ્રથમ મેથીને બરાબર સાફ કરી લઈ તેની એકદમ ઝીણી સમારી લો અને ત્યારબાદ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો.
  2. તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેની અંદર એક ચપટી જેટલી હિંગ અને જીરૂનો વઘાર કરો ત્યારબાદ તેની અંદર લીલા મરચા અને આદુ લસણની પેસ્ટ ઉમેરી અંદાજે ૨૦ થી ૩૦ સેકંડ સુધી પાકવા દો.
  3. ત્યારબાદ તેની અંદર હળદર ધાણાજીરું પાઉડર જીરું અને લાલ મરચું ઉમેરી બરાબર પાકવા દો અને ત્યારબાદ તેની અંદર યોગ્ય આકાર ના ટુકડા કરેલા રીંગણા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.
  4. ત્યારબાદ તેની અંદર અંદાજે અડધો કપ જેટલું પાણી ઉમેરી કુકર ને બરાબર ઢાંકી અને રીંગણ ને પાકવા દો. ત્યારબાદ તેની અંદર ઝીણુ સમારેલુ ટમેટું ઉમેરી બરાબર હલાવી અને ફરીથી બેથી ત્રણ મિનિટ સુધી પાકવા માટે મૂકી દો.
  5. હવે તેની અંદર મેથી ઉમેરી બરાબર હલાવી લો અને અંદાજે ૪ થી ૫ મિનીટ સુધી આ શાક ને પાકવા દો. જ્યારે આ શાક પાકતું હોય ત્યારે તેને થોડી થોડી વારે હલાવતા રહેવું જેને કારણે નીચે દા જ ન પડી જાય અને સ્વાદનો શાક ન વિખાઈ.
  6. જ્યારે આ શાક બરાબર ચઢી ને તૈયાર થઈ જાય ત્યારબાદ તેની ઉપર ઝીણી સમારેલી ધાણાભાજી નું ગાર્નિશિંગ કરી અને ગરમા ગરમ પીરસો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16



Source link

Like it.? Share it: