આ રીતે બનાવો છોલે ભટુરે જાણી લો તેની રેસિપી



આ રીતે બનાવો છોલે ભટુરે જાણી લો તેની રેસિપી

નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં જ્યારે આપણે કોઇપણ લગ્ન પ્રસંગમાં ચાહીએ છીએ ત્યારે ત્યાં રાત્રીના ભોજનમાં મોટે ભાગે છોલે ભટુરે જોતા હોઇએ છીએ. કેમકે મોટાભાગના લોકોને આ છોલે ભટુરે ખૂબ જ ભાવતા હોય છે અને તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ છોલે ભટુરે બનાવવાની રેસીપી.

સામગ્રી

  • ૧ કપ પલાળેલા ચણા
  •  ૧ ઝીણું સમારેલ મરચું
  •  એક ચમચી ધાણાજીરુ પાઉડર
  •  એક ચમચી લાલ મરચું પાઉડર
  •  એક ચમચી ગરમ મસાલો
  •  એક ચમચી હળદર
  •  એક ચમચી આમચૂર પાવડર
  •  સ્વાદ અનુસાર મીઠું
  •  એક ચમચી જીરૂ
  •  2 થી 3 નંગ મીઠા લીમડા ના પાન
  •  ૨ નંગ લવિંગ
  •  પાંચ આખા તીખા ના દાણા
  •  એક ડુંગળીની પેસ્ટ
  •  એક ટમેટા ની પેસ્ટ
  •  એક કટકો આદુ
  •  લસણની ચાર કડીઓ
  •  250 ગ્રામ મેંદો લોટ
  •  બાંધવા માટે ગરમ પાણી
  •  જરૂર મુજબનું તેલ
  •  અડધો કપ દહીં
  •  અડધી ચમચી ખાંડ નો પાઉડર
  •  અડધી ચમચી બેકિંગ પાઉડર

 

છોલે બનાવવાની રીત

  1. સૌપ્રથમ એક કુકર ની અંદર કાબૂલી ચણા પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને 5 સીટી થાય ત્યાં સુધી બાફી લો.
  2. ત્યારબાદ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા મૂકી તેની અંદર જીરૂ લવિંગ તજ અને તીખા ઉમેરી તેને બરાબર શેકી લો.
  3. જ્યારે આ બધા જ મસાલા શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લો.
  4. હવે તેની અંદર બીજા બધા મસાલા ઉમેરી બરાબર હલાવી એક મિનીટ સુધી પાકવા દો.
  5. ત્યારબાદ તેની અંદર અગાઉથી બાફેલા કાબૂલી ચણા ઉમેરીને અંદાજે 15 મિનીટ સુધી પાકવા દો.
  6. ત્યારબાદ તેની અંદર લીલું મરચું ઉમેરી અંદાજે 2 મિનીટ સુધી પાકવા દો બસ તૈયાર છે છોલે.

 

ભટુરે બનાવવાની રીત

  1. ભટુરે બનાવવા માટે સૌથી પહેલા મેંદા ના લોટ ને એક બાઉલ ની અંદર લઇ તેની અંદર ની ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરી એકદમ કડક લોટ બાંધી લો.
  2. ત્યારબાદ આ લોટને કપડા ની અંદર બે કલાક સુધી ઢાંકીને રાખી દો.
  3. ત્યારબાદ એ લોટમાંથી એક લુવો લઇ અને તેને ભટુરા ના આકારનું બનાવી લઈ ગરમ તેલની અંદર તળવા માટે મૂકી દો.
  4. જ્યારે તે હલકા સોનેરી રંગનું થઈ જાય ત્યારબાદ તેલ માંથી કાઢી લો અને ગરમાગરમ છોલે સાથે પીરસો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
112



Source link

Like it.? Share it: