આ રીતે બનાવો ઘરે જ એકદમ સ્વાદિષ્ટ મગ દાળ ના દહીં વડા



આ રીતે બનાવો ઘરે જ એકદમ સ્વાદિષ્ટ મગ દાળ ના દહીં વડા

દહીં વડા લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. તે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે, અને સાથે સાથે ખૂબ પૌષ્ટિક પણ હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવા જ એક પૌષ્ટિક મગદાળના દહીં વડા બનાવવાની રેસીપી, કે જે સ્વાદિષ્ટ માં પણ ખૂબ સારી છે અને સાથે સાથે ખાવામાં પણ ખૂબ પૌષ્ટિક છે.

સામગ્રી

  •  એક વાટકો દહી
  • ૧ ઝીણું સમારેલું લીલું મરચું
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી ધાણાજીરુ પાઉડર
  • એક ચમચી સરસવના બી
  • એક ચપટી હિંગ
  • એક ચમચો તેલ
  • ૧ ચમચો તેલ
  • 2 વાટકી મગ દાળ

બનાવવાની રીત

  1. સૌપ્રથમ મગદાળ ને સાફ પાણીની અંદર બરાબર ધોઈ લો અને ત્યાર બાદ એ પાણીની અંદર બે થી ત્રણ કલાક સુધી તેને પલાળી રાખો. જેને કારણે મગદાળ એકદમ નરમ થઈ જાય. અને ત્યારબાદ તેને મિક્સર ની અંદર પીસી લો.
  2.  હવે આ પેસ્ટમાં લીલુ મરચું ઉમેરી તેને પણ બરાબર પીસી લો અને ત્યાર બાદ એક વાસણ ની અંદર આ પેસ્ટને કાઢી લો અને તેની અંદર એક ચપટી હિંગ અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દો.
  3.  ત્યારબાદ આ મિશ્રણમાંથી જરૂર મુજબના આકારના ગોળા બનાવી લો, અને એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દો. અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ વડા તરી લો. આ રીતે બધા જ લોટના વડા બરાબર કરી લો અને તળાઈ ગયા બાદ તેને એક વાસણ ની અંદર કાઢી લો.
  4. હવે 1 વાટકી જેટલાં દહીંને બરાબર જેરીને લિક્વિડ ફોર્મમાં બનાવી લો. ત્યારબાદ તેની અંદર લાલ મરચુ પાઉડર અને ધાણાજીરું ઉમેરી દો અને જો તમારે મીઠા દહીં વડા ખાવા હોય તો તેની અંદર ખાંડનો ભૂકો પણ ઉમેરી શકો છો.
  5.  હવે આ દહીની અંદર આપણે તળેલા વડા મૂકી દો, અને ઉપરથી ધાણા-જીરુ પાવડર સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાવડર વેરી દો અને ત્યારબાદ તેના ઉપર ઝીણી સમારેલી ધાણાભાજી છાંટી દો.
  6.  બસ આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ મગ દાળ ના દહીં વડા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
65



Source link

Like it.? Share it: