આ રીતે બનાવો ગાજર અને મરચાનું અથાણું



આ રીતે બનાવો ગાજર અને મરચાનું અથાણું

સામાન્ય રીતે લોકોને અથાણું ખૂબ જ ભાવતું હોય છે. કેમકે લોકો સવારના નાસ્તાથી માંડીને સાંજના ભોજન સુધી પોતાના જમવામાં અથાણા નો સમાવેશ કરતા હોય છે. અને આપણે ત્યાં તો જાતજાતના અથાણા બનાવવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ગાજર મરચા નું એક એવું અથાણું કે જે સ્વાદમાં તો ખૂબ જ મસાલેદાર છે જ સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું છે તો ચાલો જાણીએ કઈ રીતે બનાવશો ગાજર મરચા નું અથાણું.

સામગ્રી

  •  250 ગ્રામ લીલા મરચા
  •  ૩ થી ૪ નંગ ગાજર
  •  ૩ મોટા ચમચા તેલ
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  •  અડધી ચમચી ધાણા
  • અડધી ચમચી હળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  •  ૧ ચમચો વિનેગાર

બનાવવાની રીત

  1. સૌપ્રથમ ગાજરને ધોઈને બરાબર સાફ કરી લો અને ત્યાર બાદ તેની છાલ ઉતારી તેના નાના નાના કટકા કરી લો.
  2. તેવી જ રીતે લીલા મરચાં એ પણ બરાબર સાફ કરી લઈ તેના પણ નાના કટકા કરી લો.
  3. હવે ગાજર અને મરચાંને સૂતરાવ કાપડ પર ફેલાવી દો જેથી કરીને તેની અંદર રહેલું વધારાનું પાણી ઝડપથી શોષાઈ જાય અને તે ઝડપથી એકદમ સુકાઈ જાય.
  4. હવે એક વાત કાંઈ અંદર તેલ વિનેગાર મીઠું લાલ મરચું પાઉડર હળદર અને ઝીણી સમારેલી સરસવને ઉમેરી બરાબર હલાવી લો.
  5. હવે એક વાસણની અંદર આ મસાલો લઇ તેની અંદર અગાઉથી સમારેલા અને સુકાઈ ગયેલા ગાજર ન થા મરચા ઉમેરી બરાબર હલાવી લો.
  6. જ્યારે તે બરાબર મિક્સ થઇ જાય ત્યાર બાદ તેને એક કાચની બોટલમાં ભરી લો.
  7. આ અથાણાનો સ્વાદ વધારવા માટે તમે તેને એક થી બે દિવસ સુધી તડકામાં પણ રાખી શકો છો.
  8. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ગાજર મરચા નું અથાણું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22



Source link

Like it.? Share it: