આ રીતે બનાવો એકદમ સ્વાસ્થ્યપ્રદ ગુંદ ના લાડુ


આ રીતે બનાવો એકદમ સ્વાસ્થ્યપ્રદ ગુંદ ના લાડુ

નમસ્કાર મિત્રો સમગ્ર ભારત વર્ષની અંદર લાડુ સૌથી લોકપ્રિય મીઠાઈ માનવામાં આવે છે. કેમકે દરેક રાજ્યની અંદર લોકો અલગ-અલગ પ્રકારના લાડુ બનાવતા હોય છે. પરંતુ જો વાત કરવામાં આવે ગુંદ ના લાડુ ની તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે બનાવશો આ ગુંદ ના લાડુ અને એ પણ ઘરે.

સામગ્રી

 • સો ગ્રામ ગુંદ
 • 250 ગ્રામ લોટ
 • ૧ વાટકો ઘી
 • એક વાટકો ખાંડ
 • બદામ

બનાવવાની રીત

 1. સૌ પ્રથમ એક કડાઈ ની અંદર બદામ લઈ તેને બરાબર શેકી લો અને જરૂર જણાય તો થોડું ઘી પણ ઉમેરી લો.
 2. ત્યારબાદ એક કડાઈ ની અંદર અડધો કપ જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દો અને તેની અંદર ગુંદ ને તળી લો.
 3. ત્યારબાદ એ ઘીની અંદર લોટ ઉમેરી અંદાજે 7 થી 8 મિનીટ સુધી તેને શેકી લો અને તેની અંદર અગાઉથી શેકેલ બદામનો ભૂકો પણ ઉમેરી બરાબર હલાવી લો.
 4. હવે આ લોટ ની અંદર અગાઉથી તળેલા બુંદને તથા સ્વાદ અનુસાર ખાનના ભૂકાને ઉમેરી દો.
 5. જ્યારે લોટ થોડું થોડું ગરમ થઈ જાય ત્યારે તેની અંદર ખાંડ ઉમેરી બરાબર હલાવી લો અને અંદાજે બે થી ત્રણ ચમચી જેટલો લોટ હાથમાં લઈ આ લોટમાંથી ગોડ લાડવા બનાવી લો.
 6. અહીંયા તમે તમારી જરૂર મુજબના નાના અથવા તો મોટી ગમે તેવી સાઈઝ ના લાડવા બનાવી શકો છો.
 7. આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ગુંદ ના લાડુ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
6Source link

Like it.? Share it: