આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ અળવીના પાનની કઢી



આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ અળવીના પાનની કઢી

નમસ્કાર મિત્રો કાઠિયાવાડ ની અંદર કઢી એક ખૂબ જ પ્રખ્યાત વાનગી માનવામાં આવે છે અને લોકો મોટે ભાગે પોતાના ઘરોની અંદર કઢી બનાવતા હોય છે. આપણે ત્યાં સામાન્ય રીતે છાશ અને ચણાના લોટમાંથી બનતી હોય છે પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહીએ છીએ કદમ અવનવી અળવીના પાનની કઢીની રેસિપી.

સામગ્રી :-

  • ધોયેલી અડદની દાળ
  • અળવીના કુણા કુણા આઠથી નવ પાન
  • ૧ કપ દહી
  • એક ચપટી હિંગ
  • એક ચમચી અજમો
  • અડધી ચમચી મેથીના દાણા
  • ૨૫૦ એમએલ તેલ
  • અડધી ચમચી હળદર
  • એક ચમચી લાલ મરચું પાઉડર
  • ચાર ચમચી લીલા મરચા
  • ઝીણી સમારેલી ધાણાભાજી
  • ૧૦ થી ૧૨ કળી લસણની
  • એક કટકો આદુ
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબનું પાણી

 બનાવવાની રીત

  1.  સૌ પ્રથમ અડદની દાળને 5 થી 6 કલાક સુધી પલાળી રાખી તેની બારીક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આદુ, મરચું અને લસણની પણ પેસ્ટ બનાવી લો અને અળવીના  પાનને ધોઈને રાખી મૂકો.
  2.  ત્યારબાદ અડદની દાળને પીસી ને એકદમ બારીક પેસ્ટ બનાવી લો અને તેના બે ભાગ બનાવી લો. ત્યારબાદ એક ભાગની અંદર એક ચમચો જેટલો ચણાનો લોટ, 1 ચમચી અજમો, અડધી ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ તથા બે મોટી ચમચી જેટલું દહીં ઉમેરી દો.
  3.  ત્યારબાદ તેની અંદર એક ચપટી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું પાઉડર, ધાણા ભાજી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો. ત્યારબાદ એક પાન પર બે ચમચી જેટલું આ મિશ્રણ લગાવી બરાબર ફેલાવી દો અને તેના ઉપર બીજું પાન રાખીને ફરીથી આ મિશ્રણ બરાબર હલાવી લો આ રીતે ઉપરા ઉપર પાંચ પાન બનાવી લો.
  4.  કઢી તૈયાર કરવા માટે બે ચમચી જેટલું તેલ ગરમ કરી તેની અંદર હિંગ અને મેથીના દાણા ઉમેરી બરાબર પાકી જાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ બીજા વધારાના મસાલા ઉમેરી બરાબર પકાવવા દો અને ત્યારબાદ સુકા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી વધેલી દાળના પેસ્ટ માં દહીં ઉમેરી પાણી અને ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવી લો.
  5.  હવે એક કડાઈ ની અંદર તેને ઉમેરી બરાબર પાકવા દો અને જ્યારે ૨૦ થી ૨૫ મીનીટ સુધી આ કઢી પાકી જાય ત્યારબાદ તેની અંદર અગાઉથી બનાવેલા પાન ના કટકા કરી તેને ઉમેરી દો. અને ફરી થી ૫ થી ૧૦ મિનીટ સુધી પાકવા દો.
  6.  બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને અવનવી અળવીના પાનની કઢી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
27



Source link

Like it.? Share it: