આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ પાલક ની ખીચડી


આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ પાલક ની ખીચડી

સમગ્ર ભારત દેશની અંદર દરેક જગ્યાએ ખીચડી બનાવવામાં આવતી હોય છે. અને આપણે અત્યાર સુધીમાં અનેક પ્રકારની અવનવી ખીચડી ઓ બનાવી હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ નવી પ્રકારની મસૂરની દાળમાંથી બનતી પાલકની ખીચડી.

સામગ્રી

 • 1 કપ ચોખા
 • અડધો કપ મસૂરની દાળ
 •  થોડી ઝીણી સમારેલી પાલક
 •  ૧ ચમચી તેલ
 • 1 ચમચી જીરું
 •  અડધી ચમચી રાય
 •  એક ચમચી લાલ મરચું પાઉડર
 •  અડધી ચમચી હળદર
 •  2 થી 3 નંગ બાફેલા બટેટા
 •  સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

 1. સૌ પ્રથમ ચોખા અને મસૂરની દાળને પાણીથી બરાબર ધોઈ લો. અને ત્યાર બાદ એક પ્રેશર કુકર ની અંદર થોડું તેલ ગરમ કરવા મૂકી તેની અંદર હિંગ અને જીરૂનો વઘાર કરો.
 2. ત્યારબાદ તેની અંદર લીલા મરચાની પેસ્ટ, હળદર અને થોડું મીઠું ઉમેરી બરાબર પાકવા દો. ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી પાલક અને બટેટા ઉમેરી અંદાજે ૨ થી ૩ મિનિટ સુધી પાકવા દો.
 3. હવે આ વઘાર ની અંદર ચોખા અને મસૂરની દાળ ઉમેરી તે પાણીમાં બરાબર ડૂબી જાય તેટલું પાણી ઉમેરો અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પ્રેશર કૂકર ને બંધ કરી અને ખીચડી ને પાકવા દો.
 4. અંદાજે ત્રણથી ચાર સીટી વાગી જાય એટલે તમારી ખીચડી બનીને તૈયાર હશે. ત્યારબાદ તેની વરાળ નીકળવા દો અને ગરમા ગરમ પીરસો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
105Source link

Like it.? Share it: