આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ બોમ્બે સ્ટાઇલ ના વડાપાવ


આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ બોમ્બે સ્ટાઇલ ના વડાપાવ

વરસાદ પડતાની સાથે જ લોકોને તીખા તમતમતા અને ચટપટા વસ્તુઓ ખાવાનું મન થઈ જતું હોય છે. અને જ્યારે તીખું તમતમતું અને ચટપટુ ખાવાની વાત આવે અને વડાપાવ યાદ ન આવે એવી તો વસ્તુ બની જ ન શકે. મોટેભાગે મુંબઈની અંદર મળતાં વડાપાવ સમગ્ર ભારતની અંદર પ્રખ્યાત છે. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમે કઈ રીતે ઘરે જ મુંબઈની અંદર મળતા ના વડાપાવ જેવા જ વડાપાવ બનાવી શકો છો.

સામગ્રી

  •  500 ગ્રામ  બટેટા
  • બે ચમચી આદુ-લસણની પેસ્ટ
  • જરૂર મુજબના વડાપાવ ના મોટા પાવ
  • ૨ કપ ચણાનો લોટ
  • 1 ચમચી હળદર
  • તળવા માટે તેલ
  • અડધી ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • અડધી ચમચી રાઇ
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવાની રીત

  1. સૌપ્રથમ બટેટા ને બરાબર બાફીને તેની છાલ ઉતારી તેનો છૂંદો બનાવી લો અને ત્યાર બાદ તેની અંદર આદુ મરચાં અને લસણ ની પેસ્ટ તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરી લો. ત્યારબાદ તેની અંદર થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લો.
  2. હવે એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા મૂકી તેની અંદર રાય, હળદર અને લીમડાનો વઘાર કરી આ વઘાર બટેટાના મિશ્રણના અંદર ઉમેરી બરાબર હલાવી લો અને ત્યાર બાદ તેના વડા જેવા ગોળા બનાવી લો.
  3. હવે ચણાના લોટની અંદર સ્વાદાનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને થોડું પાણી ઉમેરી એકદમ તૈયાર કરો.
  4. ત્યારબાદ એક કડાઈ ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ બટેટાના એ વડાને ચણાના ની અંદર પલાળી લઈ તેનું બરાબર કોટિંગ  કરી તળવા માટે મૂકી દો. અને જ્યારે વડા બરાબર તળાઈ જાય ત્યાર બાદ તેને તેની અંદરથી બહાર કાઢી ટિસ્યુ પેપરમાં રાખી દો.
  5. હવે વડાપાવ ના મોટા પાન લઇ તેને વચ્ચેથી કાપી લો અને તેની વચ્ચે લાલ મરચું પાવડર અને લસણ માંથી બનાવેલી થોડી ચટણી બરાબર લગાવી દો અને તેની વચ્ચે આપણે તળેલું આ વડુ મુકી દો.
  6. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ બોમ્બે સ્ટાઇલ ના વડાપાવ જેને તમે મરચી સાથે કોરે કોરા તો તમારા સ્વાદ મુજબ ની ચટણી સાથે ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
71



Source link

Like it.? Share it: