આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો.


આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો.

ચોમાસાની ઋતુમાં દરેક લોકોને કંઈક ને કંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થતી હોય છે અને તેમાં પણ જો હાંડવાની વાત કરવામાં આવે તો ગુજરાતી લોકોનું સૌથી પ્રિય વાનગી કોઇ હોય તો તે છે હાંડવો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવશો એકદમ સ્વાદિષ્ટ હાંડવો.

સામગ્રી

 • ૧ કપ ચણા દાળ
 • ૧ કપ અડદની દાળ
 • ૧ કપ ચોખા
 • 1 કપ દહીં
 • 2 કપ પાણી
 • અડધો કપ બટેટાનો છૂંદો
 • અડધો કપ દૂધીનું ખમણ
 • અડધો કપ લીલા વટાણા
 • 1 ઝીણી સમારેલી ડુંગળી
 • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
 • ૧ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા
 • અડધી ચમચી હળદર
 • એક ચમચી તેલ
 • સ્વાદ અનુસાર મીઠું
 • અડધી ચમચી ખાવાનો સોડા
 • એક ચપટી રાય
 • જરૂર મુજબનું તેલ
 •  બેથી ત્રણ સુકા મરચા
 • એક ચપટી હિંગ

બનાવવાની રીત :-

 1. સૌ પ્રથમ એક બાઉલ ની અંદર અડદની દાળ ચણાની દાળ અને ચોખાને બારીક પાઉડર બનાવી બરાબર હલાવી મિક્સ કરી લો અને તેની અંદર એક વાટકો જેટલું દહીં નાખી બરાબર હલાવીને મિક્સ કરી લો.
 2. ત્યારબાદ તેની અંદર જરૂર મુજબનું પાણી ઉમેરી બરાબર હલાવી લઈ ૮ થી ૯ કલાક સુધી રાખી મૂકો જેથી કરીને લોટની અંદર બરાબર આથો આવી જાય.
 3. ત્યારબાદ જ્યારે આ લોટની અંદર બરાબર આથો આવી જાય ત્યારે તેની અંદર ઝીણા સમારેલા અને ક્રશ કરેલા બધા જ શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
 4. ત્યારબાદ તેની અંદર ઝીણું સમારેલું લીલું મરચું આદુ લસણની પેસ્ટ હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો અને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી આ મિશ્રણને પતલુ બનાવી લો ત્યારબાદ તેની અંદર થોડા તલ નાખી બરાબર મિશ્રણને મિક્સ કરી દો.
 5. હવે એક નોનસ્ટીક પેન ની અંદર થોડું તેલ ગરમ કરવા મૂકી તેની અંદર રાઈ મીઠો લીમડો અને સૂકા લાલ મરચા તથા થોડા તલ નાખી તેનો વઘાર કરો. તેની અંદર ચપટી જેટલી હિંગ ઉમેરી બરાબર વઘાર થઈ જાય ત્યારબાદ તેની અંદર હાંડવા નું મિશ્રણ ઉમેરી અને તેમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા તથા થોડું લીંબૂ નિચોવી બરાબર હલાવી લો.
 6. આમ કરવાથી તમારો હાંડવો એકદમ નરમ બનશે. હવે એક નોનસ્ટિક પેનને ધીમા ગેસ પર ઢાંકી દઇ અને તમારા હાંડવા ને બરાબર પાકવા દો. જ્યારે હાંડવો બરાબર ફુલાય અને પાકી જાય અને એકદમ સોનેરી રંગનો થઈ જાય ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવી નાખો.
 7. જ્યારે હાંડવો બન્ને સાઈડ બરાબર પાકી જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો અને થોડો ઠંડો થવા દો. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ હાંડવો જેને તમે ચા અથવા તો સોસ સાથે ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: