આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સાંભર વડા


 આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સાંભર વડા

સાઉથ ઇન્ડિયન રેસિપી નું નામ પડતાં જ તમારા મનમાં મેંદુવડા ઈડલી અને ઢોસા સામે તરવરી છે. મોટાભાગના લોકોને સાઉથ ઇન્ડિયન ડીશ ખૂબ જ ભાવતી હોય છે. કેમ કે તે ચોખા માંથી બનાવવામાં આવે છે અને ચોખા પચવામાં એકદમ હળવા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવશો એકદમ સ્વાદિષ્ટ સાંભર વડા. તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

 • સો ગ્રામ મગની દાળ
 • ૨૦૦ ગ્રામ અડદની દાળ
 • ૩ ઝીણા સમારેલા લીલા મરચા
 • ચારથી પાંચ મીઠા લીમડાના પાન
 • 1 ચમચી આદુની પેસ્ટ
 • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

 1. સાંભર વડા બનાવવા માટે સૌ પ્રથમ અડદની દાળ અને મગની દાળને બરાબર ધોઈ લો અને અંદાજે ચારથી પાંચ કલાક સુધી તેને પલાળી રાખો.
 2. આખી રાત આ દાળને પલાળ્યા બાદ સવારમાં તેનું પાણી કાઢી લો અને ફરીથી તેને ધોઈ ને એકદમ કરકરો લોટ પીસી લો. લોટ પીસતી વખતે તેની અંદર એક થી બે વાટકા જેટલું પાણી ઉમેરી દેવું જેથી તેની એકદમ બારીક પેસ્ટ બની જાય.
 3. હવે આ પેસ્ટને એક ભાવ ની અંદર કાઢી લો. ત્યારબાદ તેની અંદર આદુ લીમડાનાં પાન લીલા મરચા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી.
 4. ત્યારબાદ એક નોનસ્ટીક પેન ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે આ પેસ્ટ લઈ તેની વચ્ચે અંગુઠા વડે હોલ બનાવી લો અને ગરમ તેલની અંદર તળવા માટે મૂકી દો.
 5. જ્યારે એકદમ સોનેરી બ્રાઉન રંગનું થઈ જાય ત્યારબાદ તેને તેલની અંદરથી બહાર કાઢી લો અને ગરમા ગરમ સાંભાર અને નારિયેળની ચટણી સાથે ખૂબ સ્વાદ લઈને ખાવ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
53Source link

Like it.? Share it: