આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ મકાઈનો હલવો


આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ મકાઈનો હલવો

નમસ્કાર મિત્રો વિવિધ જાતની દાળ અને લોટ ના હલવા તો તમે ખૂબ ખાધા હશે અને તમને ખૂબ ભાવતા પણ હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ અવનવા પ્રકાર નો હલવો એટલે કે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવશો એકદમ સ્વાદિષ્ટ મકાઈનો હલાવો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

 •  1 કપ મકાઈના દાણા
 • ૧ કપ જેટલું ઘી
 • ૧ નાની ચમચી એલચી પાઉડર
 • સો ગ્રામ નાળિયેરનું ભૂકો
 • ૧૫૦ ગ્રામ માવો
 • બે કપ ખાંડ અને
 • ડ્રાયફ્રૂટ નું થોડું કતરણ

 

બનાવવાની રીત

 1. સૌપ્રથમ મકાઈના દાણાને બરાબર શેકી લઈ ગ્રાઈન્ડરમાં એકદમ બારીક પેસ્ટ બનાવી લો.
 2. ત્યારબાદ તે કડાઈ ની અંદર થોડું ઘી ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તે બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ મકાઈની પેસ્ટ તેની અંદર ઉમેરી બરાબર શેકી લો.
 3. જ્યારે મકાઈના દાણા પોતાનો રંગ બદલવા લાગે અને એકદમ મસ્ત સુગંધ આવે ત્યારે તેની અંદર માવો અને નારિયેળનું પેસ્ટ ઉમેરી અંદાજે પાંચ મિનિટ સુધી શેકો.
 4. ત્યારબાદ તેની અંદર બે કપ જેટલી ખાંડ ઉમેરી ધીમી આંચ પર પાકવા દો અને જ્યારે તે મિશ્રણ એકદમ ઘટ થઇ જાય ત્યારબાદ તેની અંદર ઉપરથી એલચી પાવડર પણ ઉમેરી દો.
 5. હવે તેમાં ડ્રાયફ્રૂટ નું જીણુ સમારેલુ કતરણ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મકાઈનો હલવો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
86Source link

Like it.? Share it: