આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ કારેલા નું અથાણું


 આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ કારેલા નું અથાણું

મોટાભાગના લોકોને કારેલાનું શાક ભાવતું નથી. પરંતુ કારેલા પોતાના ગુણને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ કાર્યમાં થિબનતા એકદમ સ્વાદિષ્ટ અથાણાની રેસિપી કે જે દરેક લોકોને ભાવશે.

સામગ્રી

 •  એક કીલો કારેલા
 • બે ચમચી મીઠું
 • 1 ચમચી હળદર
 • એક ચમચી સુંઠ
 • અડધી ચમચી લાલ મરચુ પાઉડર
 • અડધી ચમચી અજમા
 • બે ચમચી લીંબુનો રસ

 

 બનાવવાની રીત

 1. સૌપ્રથમ કારેલાના ઉપરના ભાગને ચાકુ દ્વારા બરાબર દૂર કરી લો અને ત્યાર બાદ તેના લાંબા લાંબા ટુકડા કરી લો.
 2. હવે કારેલાંને ત્રણથી ચાર કલાક સુધી મીઠા સાથે ભેળવી અને રાખી દો જેથી કરીને કારેલાની કડવાશ ખતમ થઈ જાય.
 3. ત્યારબાદ કારેલાને પાણીથી બરાબર સાફ કરી લો.
 4. હવે એક વાસણની અંદર બધા જ મસાલા લઇ તેની અંદર લીંબુનો રસ ભેળવી દો જેથી કરીને મસાલા બરાબર પલળી જાય.
 5. હવે આ મસાલાના પેસ્ટને કારેલા ની વચોવચ ભરી દો અને ત્યારબાદ કારેલાને દોરાથી બરાબર લપેટી અને પેક કરી દો.
 6. ત્યારબાદ આ બધા જ કારેલાને કાચના એક વાસણની અંદર ભરી દો અને ઉપરથી લીંબુ નો રસ નીચોવી દો.
 7. ત્યાર બાદ કાચની બરણી નુ ઢાંકણ બંધ કરી અને તેને ત્રણ થી ચાર દિવસ સુધી તડકામાં રાખી મૂકો.
 8. ત્યારબાદ ત્રણથી ચાર અઠવાડિયા સુધી આ બોટલને એમનેમ રાખી મૂકો.
 9. બસ હવે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કારેલાંનું અથાણું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
29Source link

Like it.? Share it: