આ રીતે બનાવો એકદમ સ્પેશિયલ કાજુ જલેબી


આ રીતે બનાવો એકદમ સ્પેશિયલ કાજુ જલેબી

નમસ્કાર મિત્રો અત્યાર સુધી તમે કાજુકતરી નું નામ સાંભળ્યું હશે અને કાજુ કતરી ખાધી હશે. આ ઉપરાંત તમે જલેબી પણ ખાધી હશે પરંતુ શું તમે ક્યારેય આ બન્ને વસ્તુ ભેગી કરીને ખાધી છે. નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કાજુ જલેબી બનાવવાની રેસીપી.

સામગ્રી

 • ૭૦૦ ગ્રામ કાજુ
 • એક કપ કંડેન્સ મિલ્ક
 • એક કપ પાણી
 • 500 ગ્રામ ખાંડ
 • એક ગ્રામ કેસર
 • જરૂર મુજબ નો ચાંદી નો વરખ
 • ૮ થી ૧૦ પિસ્તા ના કટકા
 • 2થી 3 મોટી ચમચી દૂધ
 • જલેબી બનાવવા માટે નો કોન

બનાવવાની રીત

 1. કેસરના દસથી બાર તાંતણા દૂધમાં પલાળવા માટે રાખી દો અને કાજુને એક કડાઈ ની અંદર ધીમી આંચ પર હલકા હલકા શેકી લો અને જ્યારે તે બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેનો બારીક પાવડર બનાવી લો.
 2. ત્યારબાદ તેની અંદર કંડેન્સ મિલ્ક અને દૂધ અને ખાંડ ઉમેરી લોટ બાંધી લો અને ત્યારબાદ તેને સાતથી આઠ સરખા ભાગ ની અંદર વેચી લો.
 3. હવે દરેક ભાગને હથેળીથી બરાબર મસળી અને એકદમ લંબાઇમાં વણી લો અને ત્યાર બાદ તેના આ રોલને જલેબી ની જેમ રોલ બનાવી લો. તમે અહીં જરૂર મુજબની સાઇઝની જલેબી બનાવી શકો છો આ રીતે બધા જ ભાગ નારોલ બનાવી જલેબી બનાવી લો.
 4. હવે આ બધી જલેબીને એક પ્લેટ ઉપર રાખી તેના ઉપર ઝીણા સમારેલા પિસ્તા ના ટુકડા અને ચાંદીનો વરખ લગાવી દો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કાજુ જલેબી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
21Source link

Like it.? Share it: