આ રીતે બનાવો એકદમ પૌષ્ટિક અને સાથે સાથે સ્વાદિષ્ટ કારેલા ના થેપલા


આ રીતે બનાવો એકદમ પૌષ્ટિક અને સાથે સાથે સ્વાદિષ્ટ કારેલા ના થેપલા

આપણે દરેક લોકો જાણીએ છીએ કે કારેલા સ્વાદમાં કડવા હોય છે, અને તે મોટાભાગના લોકોને ભાવતા નથી. પરંતુ આપણે તેના આયુર્વેદિક ગુણો થી પણ અજાણ નથી જે લોકો કારેલાનું સેવન કરે છે તેને અનેક પ્રકારના ફાયદાઓ થતાં હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કારેલા માંથી બનતા થેપલા ની રેસીપી કે જે સ્વાદમાં તો એકદમ સ્વાદિષ્ટ છે અને સાથે સાથે તમારા શરીર માટે પણ પૌષ્ટિક છે.

સામગ્રી

  • ઘઉંનો ઝીણો લોટ
  • ઝીણા સમારેલા કારેલા
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચી હળદર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણાજીરૂ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ઝીણી સમારેલી ધાણા ભાજી

બનાવવાની રીત

  1. કારેલાના આ સ્વાદિષ્ટ થેપલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ ની અંદર ઘઉંનો લોટ લઈ તેની અંદર ઝીણા સમારેલા કારેલાના ટુકડા ઉમેરી અન્ય મસાલા જેવા કે હળદર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું તથા ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરો, અને ત્યારબાદ તેનો એકદમ કડક લોટ બાંધી લો.
  2. ત્યારબાદ આ લોટને એક સુતરાઉ કાપડ ની અંદર લપેટી લઈ અંદાજે અડધો કલાક સુધી રહેવા દો જેથી કરીને તમારો લોટ એકદમ નરમ થઈ જાય. ત્યાર બાદ તેમાંથી જરૂર આકારના લૂઆ લઇ અને તમારા મનપસંદ આકારના અને મનપસંદ જાડાઈ ના થેપલા વણી લો.
  3. હવે એક નોન સ્ટિક પેન ની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેની અંદર તમે બનાવેલા થેપલાંને શેકવા માટે મૂકી દો.
  4. જ્યારે થેપલાની એક્સાઇડ બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેને ઉલટાવી અને તેની બીજી સાઇડ પર થોડું તેલ લગાવી બરાબર પાકવા દો, અને જ્યારે આ થેપલા બને છે કે બરાબર પાકી જાય ત્યારબાદ તેને નોનસ્ટિક પેન પરથી ઉતારી લો.
  5. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કારેલા ના થેપલા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
41



Source link

Like it.? Share it: