આ રીતે ઘરે જ બનાવો એકદમ સ્પાઈસી અને ચટપટી મકાઈની ભેળ


 આ રીતે ઘરે જ બનાવો એકદમ સ્પાઈસી અને ચટપટી મકાઈની ભેળ

મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. અને આ માટે તેઓ જાતજાતની ચાટ અને ભેળ ખાતા હોય છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે ફટાફટ માત્ર પાંચ જ મિનિટની અંદર બનાવી શકો છો એકદમ સ્વાદિષ્ટ ચટપટી અને સ્પાઈસી ભેળ.

સામગ્રી

 • ૧ વાટકો બાફેલા મકાઈના દાણા
 •  ત્રણ ઝીણા સમારેલા ટમેટા
 •  3 ઝીણી સમારેલી ડુંગળી
 •  ઝીણી સમારેલી લીલા મરચા
 •  બે ચમચી લીંબુનો રસ
 •  ત્રણ ચમચી આમલીનો પાણી
 •  2 ચમચી લાલ મરચું પાવડર
 •  ૧૦ નંગ પાપડી
 •  ૨૦૦ ગ્રામ સેવ
 •  જીણી સમારેલી ધાણાભાજી
 •  સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

 1. સ્પાઈસી અને ચટપટી ભેળ બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકા ની અંદર બાફેલા મકાઈના દાણા લો. ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા ટમેટા, ડુંગળી અને લીલા મરચા ઉમેરી બરાબર મિક્સ કરી.
 2. ત્યારબાદ તેની અંદર બે ચમચી જેટલો લીંબુનો રસ, આમલીની ચટણી ઉમેરી ઉપરથી જરૂર મુજબનું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લો.
 3. ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવી લઈ એકબીજા સાથે મિક્સ કરી લો. અને તેની અંદર પાપડીના મોટા મોટા ટુકડા કરી આ ભેળ માં ઉમેરી દો. અને ઉપરથી ૨૦૦ ગ્રામ જેટલી ઉમેરી લીલી ધાણા ભાજી નું ગાર્નિશિંગ કરો.
 4. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી સ્પાઈસી મકાઈ ની ભેળ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
55Source link

Like it.? Share it: