આ રીતે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ કાલા જાંબુ


આ રીતે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ કાલા જાંબુ

આપણે ત્યાં તહેવારોમાં આપવા તો કોઈપણ જગ્યાએ પ્રસંગ ની અંદર આપણે કાળા જાંબુ તો ખાધા હશે. અને મોટા ભાગના લોકોને આ કાલા જાંબુ ખૂબ જ પ્રિય હોય છે. કેમકે એકદમ રસીલા અને પોચા પોચા આ કાલા જાંબુ દરેક લોકોના પ્રિય હોય છે. પરંતુ ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે શું આ કાલા જાંબુ ઘરે નહિ બની શકતા હોય તો આજે અમે આપના આ પ્રશ્નનો લાવી રહ્યા છીએ ઉત્તર કેમકે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે જ ઘરે જ બનાવી શકશો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ કાલા જાંબુ તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

 • 500 ગ્રામ દૂધ નો માવો
 •  500 ગ્રામ ખાંડ
 •  સો ગ્રામ પનીર
 •  કેસરના થોડા તાંતણા
 •  એક ચમચી એલચી પાવડર
 •  અડધો કપ મેંદો
 •  જરૂર મુજબનું પાણી
 •  તળવા માટે તેલ

બનાવવાની રીત

 1. સૌ પ્રથમ એક બાઉલ ની અંદર દૂધના માવાની એકદમ ઝીણો ખમણી લો. અને ત્યાર બાદ તેની અંદર પનીરનો પણ એકદમ બારીક ખમણ ઉમેરી દો. હવે આ મિશ્રણ ની અંદર અડધો કપ જેટલો મેંદો અને એલચી પાવડર ઉમેરી બરાબર હલાવી લો.
 2. ત્યારબાદ તેની અંદર જરૂર મુજબનું પાણી ઉમેરી અને લોટ બાંધી લો. અને લોટને ખૂબ વધુ મસળી મસળીને ચીકણો બનાવી લો. ત્યારબાદ તેના લોટમાંથી નાની નાની ગોળીઓ બનાવી લો. અને તેને મેંદાના લોટમાં રગદોળી અને બરોબર હલાવી લો.
 3. હવે એક વાસણ ની અંદર ખાંડ ઉમેરી તેની અંદર જરૂર મુજબનું પાણી ઉમેરી તેને ગેસ ઉપર ઉકળવા માટે રાખી દો. અને ધીમે ધીમે ખાંડ ઓગળવા લાગ્યા ત્યારબાદ તેની અંદર એલચી પાવડર અને કેસરના તાર નાખી દો. અને ચાસણી એકદમ પાતળી બને ત્યાં સુધી તેને ગરમ થવા દો અને તેને સાઈડમાં રાખી દો.
 4. હવે એક પેન ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો. અને તેની અંદર જાંબુના ગોળાઓ તરીકે અહીં જાંબુ એકદમ તળાઈને બ્રાઉન રંગના અથવા તો એકદમ કાળા રંગના થઈ જાય ત્યાં સુધી તળવા અને જ્યારે બરાબર તળાઈ જાય ત્યારબાદ તેને તેલમાં થી બહાર કાઢી લો.
 5. હવે જ્યારે જાંબુ થોડાઘણા થઈ જાય કે તરત જ તેને ચાસણી ની અંદર ડુબાડી દો. અને ચાસણીમાં બરાબર હલાવી લો અહીં ખાસ ધ્યાન રાખવું કે જાંબુ થોડા-ઘણા ગરમ હોવા જોઈએ. અને ચાસણી પણ થોડી થોડી ગરમ હોવી જોઈએ જેથી કરીને આખા જાંબુ ની અંદર ચાસણી બરાબર ચડી જાય.
 6. ત્યારબાદ ચાસણીમાં ડૂબાડેલો જાંબુને અંદાજે ૨ થી ૩ કલાક સુધી રહેવા દો. બસ તૈયાર છે સ્વાદિષ્ટ કાલા જાંબુ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
95Source link

Like it.? Share it: