આ રીતે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ દહીં રીંગણાનું ભડથું.


આ રીતે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ દહીં રીંગણાનું ભડથું.

રીંગણાનું શાક લગભગ દરેક લોકોને ભાવતું હોય છે, અને તમે દરેક લોકોએ રીંગણાનું ભડથું પણ ખાધું હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ નવીન પ્રકારનું દહીં રીંગણાંનું ભરથું કઈ રીતે બનાવશો તમે ઘરે કે જેનો સ્વાદ એટલો સુંદર છે કે લોકો પોતાની આંગળીઓ ચાટતા રહી જશે.

સામગ્રી

  • 5 નંગ રીંગણા
  • જરૂર મુજબનું તેલ
  • અડધી ચમચી આખું જીરૂ
  • એક ચપટી હિંગ
  • અડધી ચમચી હળદર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી ધાણાજીરૂ પાઉડર
  • ઝીણી સમારેલી ધાણા ભાજી
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • સ્વાદ અનુસાર મીઠું
  • એક વાટકી દહીં
  • બેથી ત્રણ ચમચી ચણાનો લોટ

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક કડાઈ ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર રીંગણા ના નાના નાના ટુકડા કરી અને તેને આછા ભૂરા રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો.
  2. ત્યારબાદ એક વાસણની અંદર દહીં અને ચણાનો લોટ લઈ બરાબર મિક્સ કરી અને રાખી દો.
  3. હવે એક વાસણમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર જીરું અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેની અંદર આદુની પેસ્ટ ઉમેરી બેથી ત્રણ મિનિટ સુધી શેકવા દો.
  4. ત્યારબાદ તેની અંદર થોડી હળદર અને લાલ મરચું ઉમેરી બરાબર હલાવી લો, અને ત્યારબાદ તેમાં દહીંનું મિશ્રણ ઉમેરી ત્રણથી પાંચ મિનિટ સુધી પાકવા દો.
  5. ત્યારબાદ તેની અંદર ધાણા-જીરુ પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો અને તેમાં ઉપરથી અગાઉથી ફ્રાય કરેલા રીંગણા ઉમેરી ત્રણથી પાંચ મિનિટ સુધી પાકવા દો.
  6. ત્યારબાદ તેના ઉપર ઝીણી સમારેલી ધાણા ભાજી વેરી દો. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ દહીં રીંગણાનું ભડથું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11



Source link

Like it.? Share it: