આ રીતે ખૂબ આસાનીથી ઘરે જ બનાવો પિઝાનો સોસ. જાણી લો તેની રેસિપી.


આ રીતે ખૂબ આસાનીથી ઘરે જ બનાવો પિઝાનો સોસ. જાણી લો તેની રેસિપી.

નાના બાળકોને પીઝા ખાવા ખુબ જ પસંદ હોય છે આજકાલ બજારની અંદર વિવિધ પ્રકારના પીઝા મળતા હોય છે. પરંતુ આપણે મોટેભાગે આપણા બાળકોને બજાર ની વસ્તુ ખાવા દેતા નથી તો આપણે પીઝા પણ શા માટે ખાવા જોઈએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો બજારમાં મળતા પીઝા જેવો જ પીઝા સોસ.

સામગ્રી

  • બે ચમચી ઓલિવ ઓઈલ
  • બે જીણા સમારેલા ટમેટા ની પ્યુરી
  • અડધો કપ ટોમેટો કેચપ
  • એક ચમચી મીઠું
  • બે ચમચી લાલ મરચુ પાઉડર
  • એક જીણી સમારેલી ડુંગળી
  • પાંચથી છ લસણની કળીઓ

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક વાસણ ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો, અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરી દો.
  2. તમે અહીં ડુંગળીને ઝીણી સમારી ને પણ ઉમેરી શકો છો, અને તેને મિક્સર ની અંદર કરસ કરીને પણ ઉમેરી શકો છો.
  3. જ્યારે લસણ અને ડુંગળી બરાબર પાકી જાય ત્યારબાદ તેમાં ઉપરથી ટમેટાંની પ્યોરી ઉમેરી બરાબર હલાવી લો.
  4. જ્યારે ટમેટા બરાબર પાકવા જાય ત્યારબાદ તેની અંદર ઉપરથી મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર હલાવી લો.
  5. હવે જ્યારે ટમેટાનું પાણી ધીમે ધીમે બળવા લાગે ત્યારબાદ તેમાં ઉપરથી ટોમેટો કેચપ ઉમેરી દો અને સતત હલાવતા રહો.
  6. જ્યારે આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પીઝા સોસ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
64



Source link

Like it.? Share it: