આ મહાન વૈજ્ઞાનિક નું મગજ એટલું તેજ હતું, કે તેના મૃત્યુ પછી ડોકટરે ચોરી લીધું તેમનું મગજ..આ મહાન વૈજ્ઞાનિક નું મગજ એટલું તેજ હતું, કે તેના મૃત્યુ પછી ડોકટરે ચોરી લીધું તેમનું મગજ..

જયારે દુનિયામાં વિજ્ઞાન નું કોઈ ખાસ મહત્વ ના હતું એ સમય માં તેઓએ વિજ્ઞાન ને એક નવી પરિભાષા આપી હતી. આજ સુધીનું સૌથી મોટું ગાણીતિક સૂત્ર E=m c^2 જેણે આ બ્રહ્માંડ ની તુલના અને માપન નું એક માપદંડ બનાવી દીધું. સાપેક્ષતા નો સિધ્ધાંત એટલે કે થિયરી ઓફ રીલેટીવીટી જેવા સિદ્ધાંતે આ વિજ્ઞાનીકે એટલી બધી સફળતા અપાવી કે જેનાથી આજે દરેક લોકો તેના વિશે જાણે છે અને તેમનો પરિચય આપવાની પણ જરૂર નથી રહેતી દરેક લોકો તેમને ઓળખે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ વૈજ્ઞાનિક એટલા વિદ્વાન કેમ હતા? હિસ્ટ્રી ટીવી પર આવતા શો એસીએન્ટ એલીયન માં તેમને એક એલીયન અથવા તો એલિયન ના અંશ કહેવામાં આવ્યા છે. તેના દ્વારા તેમણે બ્રહ્માંડ ના એવા હિસ્સાઓ વિશે જણાવ્યું હતું કે જેના વિશે આપણે વિચાર કે કલ્પના પણ ના કરી શકીએ. આ વૈજ્ઞાનિકે બ્રહ્માંડના ઉંડા અધ્યયન અને વિચારો દ્વારા આ દુનિયાને એક નવી જ દિશા બતાવી છે. તેમણે પોતાના મૃત્યુ ના થોડા સમય પહેલા કહ્યું હતું કે તેમના શરીર નો એક પણ હિસ્સો તેમના મૃત્યુ બાદ શરીર થી અલગ ના કરવો.

૧૮ એપ્રિલ ૧૯૫૫ ના દિવસે જયારે તેમનું મૃત્યુ પ્રીસ્ટન હોસ્પિટલ ન્યુ ઝર્સી માં થયું તે સમયે તેઓ ઈચ્છતા હતા કે તેમના શરીરના એક પણ અંગ નો કોઈ પ્રયોગશાળાના પ્રયોગ માં ઉપયોગ ના થવો જોઈએ. પરંતુ જયારે તે હોસ્પિટલ માં તેમનું શબ રાખવામાં આવેલું હતું ત્યારે તે સમયે ત્યાં કાર્યરત એવા પેથોલોજીસ્ટ થોમસ હાર્વે તેમનું મગજ એક ડબ્બા માં ભરીને ત્યાંથી ભાગી ગયા હતા.

એવું કહેવામાં આવે છે કે તેમના મગજ ને થોમસ હાર્વે એ ઓટોપ્સી દરમિયાન કાઢી ને તેના કેટલાય ટુકડા કર્યા હતા. અને તેને દુનિયાની જુદી-જુદી પ્રયોગશાળા માં મોકલી દીધા હતા. અને આજે પણ ફિલાડેલ્ફીઆ અને ઇંગ્લેન્ડ ના મ્યુઝીયમ માં તેમના મગજ ના કેટલાક ટુકડા સુરક્ષિત રાખેલા છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
31Source link

Like it.? Share it: