આ મંદિરમાં થયા હતા ભગવાન શિવ પાર્વતીના વિવાહ, આજે પણ સળગે છે લગ્નની પવિત્ર અગ્નિઆ મંદિરમાં થયા હતા ભગવાન શિવ પાર્વતીના વિવાહ, આજે પણ સળગે છે લગ્નની પવિત્ર અગ્નિ

ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ પૃથ્વી ઉપર ૧૦૭ વખત જન્મ લેવો પડ્યો હતો અને ત્યારબાદ તેના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મંદિર વિશે કે જે જગ્યાએ ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.

ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન ઉત્તરાખંડના ત્રીયુગી નારાયણ મંદિરની અંદર થયા હતા. આ મંદિર ખૂબ જ પવિત્ર અને પૌરાણિક છે, અને આ જગ્યાએ જ ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની અંદર વર્ષોથી પવિત્ર અગ્નિ સળગી રહી છે, અને કહેવાય છે કે આ અગ્નિને સાક્ષી મારીને ભગવાન શંકર અને માતા પાર્વતીએ સાત ફેરા લીધા હતા.

આ જગ્યાને શંકર પારવતી ના શુભ વિવાહ સ્થળ ના નામથી પણ ઓળખવામાં આવે છે, અને આ મંદિરના નામ પાછળ પણ એક મહત્વપૂર્ણ કારણ છે મંદિરની અંદર પ્રજ્વલિત અગ્નિ અનેક યુગોથી સળગી રહી છે, અને કહેવાય છે કે મંદિરની અંદર પ્રજ્વલિત અગ્નિ છેલ્લા ત્રણ યુગથી પ્રચલિત છે અને આથી જ આ મંદિરને ત્રી યોગી  મંદિર કહેવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે ભગવાન શંકર અને પાર્વતીના વિવાહ ની અંદર ભગવાન વિષ્ણુ માતા પાર્વતીના ભાઈ બન્યા હતા, અને દરેક પ્રકારની વિધિઓનું પાલન પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ભગવાન બ્રહ્માજી પંડિત બન્યા હતા, અને આથી જ આ મંદિરની અંદર ત્રણ કુંડ બનાવવામાં આવ્યા છે, જેને વિષ્ણુકુંડ બ્રહ્મા કુંડ અને રૂદ્રકુંડ ના નામથી ઓળખવામાં આવે છે, અને આ કુંડની અંદર દરેક દેવતાઓએ લગ્ન પહેલાં સ્નાન કર્યું હતું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: