આ પાંદડાથી થાય છે ઘણા ફાયદા, જરૂર જાણો.


આ પાંદડાથી થાય છે ઘણા ફાયદા, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, આજે અમે તમને એક એવા પાંદડા વિશે જણાવીશું જે તમારા સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આ પાંદડાનું નામ છે મહેંદીના પાંદડા. મહેંદી ભારતમાં સુંદરતાને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. મહેંદીનો ઉપયોગ મહિલાઓ સિવાય પુરુષ પણ કરે છે અને આજે અમે તમને મહેંદીના પાંદડાના અમુક એવા ફાયદા વિશે જણાવીશું જેના વિશે તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય. ચાલો જાણીએ મહેંદીના પાંદડાના અમુક ફાયદા વિશે.

મહેંદીના પાંદડાના ફાયદા

 

લોહીને સાફ કરવા માટે

મહેંદીનો ઉપયોગ તમે શરીરમાં લોહીને સાફ કરવા માટે પણ કરી શકો છો. એના માટે તમારે મહેંદીના અમુક પાંદડા લેવાના છે અને રાતના સમયે એને કોઈ વાસણમાં નાખીને એમાં પાણી નાખવું અને સવારે ઉઠીને પાણીને ચાળીને પી જવું. આ પાણીને પીવાથી તમારા લોહીની બધી ગંદકી બહાર નીકળી જશે.

 

સાંધાના દુખાવા માટે

જો કોઈ વ્યક્તિને સાંધાનો દુખાવાથી ખુબ જ વધારે પરેશાની થઇ રહી છે તો એ વ્યક્તિને મહેંદી અને અરંડીના પાંદડાને બરાબર પ્રમાણમાં પીસીને એનો લેપ તૈયાર કરીને દુખાવા વાળી જગ્યા પર લગાવવાથી થોડા જ દિવસમાં સાંધાનો દુખાવો અથવા ગોઠણના દુખાવામાંથી આરામ મળી જાય છે.

 

બળેલી જગ્યા પર લગાવવામાં ફાયદાકારક

જો કોઈ વ્યક્તિ કોઈ સમસ્યાના કારણે કોઈક જગ્યા પર બળી જાય છે. તો એ વ્યક્તિને મહેંદીની છાલના પાંદડાને પીસીને બળેલી જગ્યા પર લગાવવાથી ઘણી રાહત મળે છે.

 

વાળ માટે ફાયદાકારક

મહેંદીની સાથે દહીં, આંબળા અને મેથી પાવડર મિક્ષ કરીને સરખી રીતે એની પેસ્ટ બનાવીને વાળ પર લગાવવાથી વાળ કાળા, ઘાટા અને ચમકદાર હોય છે.

 

શરીરની ગરમીને ઓછી કરવા માટે

મહેંદીની તાસીર ઠંડી હોય છે એટલા માટે કોઈ વ્યક્તિનું શરીર ગરમ હોય અથવા ગરમીના દિવસોમાં આ લોકો માટે ખુબ જ ફાયદાકારક બને છે. એના માટે તમારે તમારા પગના તળિયે અને હાથ પર મહેંદી લગાવીને હળવી માલીશ કરવી. એવું કરવાથી શરીરની ગરમી ધીમે ધીમે ઓછી થવા લાગે છે.


Post Views:
9Source link

Like it.? Share it: