આ જગ્યાએ રહે છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણો એ જગ્યાઓ વિશે ની બધી જ માહિતી


આ જગ્યાએ રહે છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણો એ જગ્યાઓ વિશે ની બધી જ માહિતી

૭ રેસકોર્સ રોડ અથવા તો સેવન-આરસીઆર અધિકારી નિવાસ અને ભારતના પ્રધાનમંત્રી નું મુખ્ય કાર્ય સ્થળ છે જે જગ્યાએ તે રહેતા હોય છે. અને મોટાભાગના રાજનેતાઓ આ જગ્યાએ જ રહે છે દિલ્હી ની અંદર આવેલ  પ્રાઇમ મિનિસ્ટર નિવાસ ના બહાર પંચવટી નામ લખવામાં આવેલું છે. અને આ સમગ્ર નિવાસસ્થાન બાર એકર જમીનની અંદર ફેલાયેલું છે.

નરેન્દ્ર મોદી જે જગ્યાએ રહે છે તે સમગ્ર એરીયા અને દિલ્હી રેસકોર્સ પણ કહેવામાં આવે છે. જેને સામાન્ય માણસો માટે પ્રતિબંધિત એરિયા ગણવામાં આવે છે. કેમકે દિલ્હીની સામાન્ય પબ્લિકને આ જગ્યાએ આવા દેવામાં આવતા નથી 1994 ની અંદર રાજીવ ગાંધી એવા પહેલા વડાપ્રધાન હતા કે જે આ જગ્યાએ રહેવાની શરૂઆત કરી હતી. અને ત્યાર બાદ હાલમાં વર્ષ 2014ની નરેન્દ્ર મોદી આ નિવાસસ્થાનમાં રહે છે. આ જગ્યાએ નરેન્દ્ર મોદીનું કાર્યક્ષેત્ર પણ આવેલું છે અને સાથે સાથે તેનું રહેઠાણો પણ આવેલું છે.

રેસકોર્સ રોડ ઉપર આવેલા પ્રધાનમંત્રીના આ નિવાસસ્થાનને રોબર્ટ રસેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે. જેને બ્રિટિશ શાસનનો સૌથી બેસ્ટ આર્કિયોલોજીસ્ટ માનવામાં આવતો હતો. અને તેણે ૧૯૨૦ થી માંડીને ૧૯30 આમ દસ વર્ષની અંદર આ સમગ્ર જગ્યા ની ડિઝાઇન કરી હતી.

સેવન-આરસીઆર માં 5 બંગલા આવેલાં છે જેની અંદર ૧ ૩ ૫ ૭ અને ૯ આવા નંબર આપવામાં આવેલા છે. અને હાલમાં આપણા પ્રધાનમંત્રી તેમાંથી પાંચમા નંબરના બંગલામાં રહે છે. અને સાતમા નંબરના બંગલામાં તેનું કાર્યક્ષેત્ર બનાવવામાં આવેલું છે કે જ્યાંથી તે દેશના મહત્વના નિર્ણયો લેતા હોય છે.

હવે જો તેની અંદર આપવામાં આવેલી સુવિધાઓની વાત કરીએ તો તેના આ બંગલાઓ ખૂબ મોટી મોટી પિક્ચરો ની અંદર બતાવવામાં આવતા બંગલાઓ જેવા નથી. પરંતુ તેની અંદર માત્ર બે બેડરૂમ એક વધારાનો ગેસ્ટ રૂમ એક રસોડું અને એક હોલ આટલી જ વસ્તુઓ આવેલી હોય છે. તેની અંદર ઝાઝા બધા રૂમ પણ નથી કે તેની અંદર બીજી કોઈ પણ વસ્તુઓની સુવિધાઓ પણ આપવામાં આવેલી નથી. આ બંગલાઓની અંદર માત્ર સામાન્ય સુવિધાઓ આપવામાં આવે છે. અને આ એક બંગલાની અંદર એક સાથે વધુમાં વધુ ૩૦ વ્યક્તિઓ રોકાઈ શકે તેવી વ્યવસ્થા કરી શકાય છે.

આ છે નરેન્દ્ર મોદીના રહેઠાણ ની જગ્યા કે જ્યાંથી તે સમગ્ર દેશને ચલાવે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
169Source link

Like it.? Share it: