આ છોકરાને અભિનેત્રી રવિના ટંડનના સેટ પરથી કાઢી મુકવામાં આવ્યો હતો, આજે છે એ સુપરસ્ટાર


આ છોકરાને અભિનેત્રી રવિના ટંડનના સેટ પરથી કાઢી મુકવામાં આવ્યો હતો, આજે છે એ સુપરસ્ટાર

બોલીવુડની હોટ અભિનેત્રી રવિના ટંડન આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી, રવીનાએ ૯૦ ના દસકામાં પોતાની હોટ અદાઓથી લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ એક સમયે રવીનાએ પોતાની ફિલ્મના સેટ પરથી એક છોકરાને કાઢી મુક્યો હતો. અને આજે એ છોકરો બોલીવુડનો સુપર સ્ટાર બની ગયો છે ચાલો જાણીએ તે સુપરસ્ટાર વિશે.

રવિના ટંડન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની નેકદિલ અભિનેત્રી છે. પરંતુ ક્યારેક ક્યારેક રવીનાની હરકતોને જોઇને સારામાં સારા વ્યક્તિઓ પણ ચકરાઈ જાય છે. જણાવી દઈએ કે રવિના ટંડને એક બાળકને શુટિંગના સેટ પરથી બહાર કાઢી મુક્યો હતો. પરંતુ આજે એજ બાળક બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં પોતાનો સિક્કો ચલાવે છે.

દોસ્તો આજે અમે જે છોકરાની વાત કરી રહ્યા છીએ એ બીજું કોઈ નહિ પરંતુ બોલીવુડના ચહિતા અભિનેતા રણવીર સિંહ છે. જે સમયે રવીનાએ રણવીર સિંહને સેટ પરથી કાઢી મુક્યો હતો ત્યારે રણવીરની ઉંમર લગભગ ૧૨ વર્ષ હતી. આપણે સૌ આ વાત પરથી એ જાણી શકીએ છીએ કે રણવીર સિંહ નાનપણથી જ ખુબજ નખરાળા હતા અને તેમના નખરાના કારણેજ તેમને સેટ પરથી દુર કરવામાં આવ્યા હતા.

રણવીર સિંહ રવિના ટંડનની સામે અજીબ પ્રકારની શકલો બનાવી રહ્યો હતો. જેનાથી પરેશાન થઇને રવીનાએ તેને શુટિંગ સેટ પરથી બહાર કાઢી મુકાવ્યો હતો. આજે આપણે જોઈ શકીએ છીએ કે જે છોકરાને નાનપણમાં ફિલ્મના સેટ પરથી કાઢી મુકવામાં આવેલો તે આજે ખુબજ ફેમસ અને પ્રસિદ્ધ અભિનેતા છે. અને આ વાત નો ખુલાસો ખુદ રવિના ટંડને ન્યુ કોમેડી નાઈટ વિથ કપિલના શો માં કર્યો હતો.


Post Views:
25Source link

Like it.? Share it: