આ છે શાઓમી કંપનીની અમુક રોચક હકીકતો જાણીને તમે પણ રહી જશો દંગ.


આ છે શાઓમી કંપનીની અમુક રોચક હકીકતો જાણીને તમે પણ રહી જશો દંગ.

એક જમાનામાં ભારત દેશની અંદર દરેક વ્યક્તિ મોટેભાગે નોકિયાનો જ ફોન ઉપયોગ કરતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને આજે ભારત દેશની અંદર નાના નાના બાળકોથી માંડીને દરેક વ્યક્તિઓ ચાઇનાની કંપની શાઓમી ના સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. શાઓમી કંપની દ્વારા એમઆઈ સિરિઝના ફોન બનાવીને ભારતની અંદર ભરપૂર માત્રામાં વેચાણ કરવામાં આવે છે.

ઓછી કિંમતમાં વધુ ફિચર્સ આપતી આ કંપનીના કારણે ભારત દેશના દરેક લોકો સ્માર્ટફોન ઉપભોગતા બન્યા છે. પરંતુ આજે અમે આ કંપની વિશે ના અમુક એવા રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમે આની પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. હાલમાં જ આ કંપનીને દુનિયાની નંબર વન startup કંપની નો દરજ્જો મળ્યો છે.

માત્ર થોડા જ સમય ની અંદર આ કંપનીએ અનોખી ઉંચાઇઓ હાંસલ કરી લીધી છે, અને જો આંકડાની વાત કરવામાં આવે તો ભારતની અંદર દર 2 સેકન્ડમાં આ કંપનીના 15000 સ્માર્ટફોન વેચાય છે. જો એક રોચક વાત કરવામાં આવે તો આ કંપનીને ચીન, રશિયા અને ભારત સિવાય બીજા કોઈ પણ દેશની અંદર દુકાન આવેલી નથી.

આ કંપનીના મોબાઈલ ફોન મોટેભાગે ઓનલાઇન જ વેચવામાં આવે છે, અને આ કંપની દ્વારા ભારતીય લોકોની જરૂરિયાત મુજબ જ સ્માર્ટફોન ની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, અને ભારતના લોકો દ્વારા પણ આ કંપનીની દરેક ડિઝાઇનને ખૂબ વધુ પસંદ કરવામાં આવે છે.

શાઓમી કંપની દ્વારા બનાવવામાં આવતા દરેક ફોન મિડલ રેન્જના હોય છે. જે સારી સારી કંપનીના સ્માર્ટફોન ને પણ ટક્કર મારી દે તેવા હોય છે, અને જો આ લિસ્ટમાં વાત કરવામાં આવે તો આઇફોન ટેન, ગુગલ pixel 2, ગેલેક્સી S9 જેવા મોબાઇલને પણ તેણે પાછળ છોડી દીધા છે, અને તે પણ તેના કરતા ઘણી ઓછી કિંમતમાં અને આથી જ આ કંપની દરેક દેશની અંદર ખૂબ વધુ લોકપ્રિય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: