આ છે રાવણના  7 એવા સ્વપ્ન કે જે દુનિયા બદલાવી નાખતઆ છે રાવણના  7 એવા સ્વપ્ન કે જે દુનિયા બદલાવી નાખત

રામાયણ ની અંદર આવતા રાવણ અને ભારતના દરેક લોકો ઓળખે જ છે. રાવણ હકીકતમાં રાક્ષસ હતો પરંતુ તેને સર્વશ્રેષ્ઠ અને સૌથી મહાન શિવભક્ત પણ માનવામાં આવે છે. આ ઉપરાંત તે સૌથી વધુ જ્ઞાની અને પ્રખર વિદ્વાન હતો. આમ તો રાવણ ના ગુણો ની અંદર કોઈ પણ જાતની ખામી ન હતી પરંતુ તેની સૌથી મોટી ખામી એ હતી કે તેનો અહંકાર.

રાવણને પોતાના ઉપર એટલો બધો ઘમંડ અને અહંકાર હતો કે તે પોતાની જાતને ભગવાન માનવાનું શરૂ કરી દીધું હતું, અને તે ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલા નિયમોની વિરુદ્ધ ચાલવામાં લાગી ગયો હતો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રાવણ દ્વારા જોવામાં આવેલા સાત એવા અધુરા સ્વપ્નો કે જે રાવણે ક્યારેય પુરા ના કરી શક્યો, અને જો તે પૂરા થઈ ગયા હોત તો આજે દુનિયાનો નજારો કંઈક અલગ જ હોત.

 

 સ્વર્ગની સીડી

જાણીને તમને હેરાની થશે પરંતુ રાવણ નું સૌથી પહેલું સ્વપ્ન હતું સ્વર્ગ સુધી જવા માટે ની સીડી બનાવવી. જીહા, રાવણ ઈચ્છતો હતો કે કોઈપણ વ્યક્તિ સ્વર્ગનાં દર્શન કરી શકે એટલા માટે તેને પૃથ્વી પરથી સ્વર્ગ સુધી ની સીડી બનાવી હતી, અને રાવણે આ માટેનું કામ શરૂ પણ કરી દીધું હતું. પરંતુ તેનું આ સ્વપ્ન પૂરું થાય તે પહેલા તે રામના હાથે માર્યો ગયો.

 

 દરિયાનું ખારું પાણી મીઠું કરવું

રાવણને આ વાતની પુરેપુરુ જ્ઞાન હતું કે પૃથ્વી ઉપર પીવાના પાણી સૌથી ઓછી માત્રામાં છે, અને આથી જ તે વિચારતો હતો કે કોઈ પણ રીતે દરિયાના ખારા પાણીને મીઠું બનાવી શકાય તો લોકોના પીવાના પાણીની સમસ્યા હલ થઈ જાય.

 

 સોનાને સુગંધિત બનાવવું

દરેક લોકો જાણે છે કે રાવણ ને સોનુ ખૂબ જ વધુ ગમતું હતું, અને આથી જ તેણે પોતાની આખી લંકા સોનામાંથી બનાવી હતી. પરંતુ તે એવું ઈચ્છતો હતો કે સોના ની અંદર જો સુગંધ ભેળવી દેવામાં આવે તો તેનું સમગ્ર નગરી ખૂશ્બુદાર બની જાય. પરંતુ તેનું આ સ્વપ્ન પણ સ્વપ્ન જ રહી ગયું.

 

 શરાબને વાસ રહિત બનાવવી

આ સ્વપ્ન સાંભળીને તમને પણ નવાઈ લાગશે. પરંતુ જે તે સમયે રાવણે પણ એક સ્વપ્ન સેવ્યું હતું કે કોઈપણ રીતે કરીને તેના દ્વારા સેવન કરવામાં આવતી શરાબને વાસ રહિત બનાવવી, કે જેથી કરીને આ મદિરાપાન કર્યા પછી કોઈપણ વ્યક્તિને તેના વિશેની જાણ ન થાય.

 

 રંગભેદ ખતમ કરવો

દરેક લોકો જાણે છે કે રંગભેદના કારણે અનેક દેશની અંદર લોકો વચ્ચે સંઘર્ષ થયા કરતો હોય છે, અને લંકાપતિ રાવણ ને પણ વ્યક્તિઓ વચ્ચેનો ભેદ પસંદ ન હતો, અને આથી જ તે તેને પૂર્ણ કરવા માગતો હતો. જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિ ની મજાક ન ઉઠાવી શકે.

 

 ભગવાનની પૂજા બંધ કરવી

આપણે અગાઉ જણાવ્યું તે રીતે રાવણને એટલો બધો અહંકાર આવી ગયો હતો કે તે પોતાની જાતને ભગવાન માગતો હતો, અને આથી જ તે ભગવાનની પૂજા બંધ કરાવવા માંગતો હતો અને તેણે પોતાની પૂજા કરાવવાનું શરૂ કરી દીધું હતું.

 

 લોહીનો રંગ સફેદ કરવો

રાવણના સાતમા સ્વપ્ન વિશે વિચારીને દરેક લોકો હેરાન રહી જશે. કેમ કે, રાવણને એવી ઇચ્છા હતી કે તે ગમે તેમ કરીને લાલ રંગના લોહીને સફેદ કરી દે રાવણ ઈચ્છતો હતો, કે આવું કરવાના કારણે તેના દ્વારા મૃત્યુ દંડ આપેલા કોઈપણ વ્યક્તિ વિશે કોઈ પણ વ્યક્તિને જાણ ન થાય.

પરંતુ ભગવાન શ્રીરામના હાથે મૃત્યુ પામ્યા બાદ રાવણના આ સ્વપ્ન સ્વપ્ન જ રહી ગયા. રાવણે આ દરેક સ્વપ્નને પૂર્ણ કરવા માટે કામ તો શરૂ કરી દીધું હતું. પરંતુ પોતાના અહંકારના કારણે આ કાર્ય બીજા દિવસે પર છોડી દેતો હતો અને જેથી કરીને તે આ કાર્યને પૂર્ણ ન કરી શક્યો.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: