આ છે ભારતના 10 સૌથી મોટા ગણપતિ મંદિર મોટા મોટા બોલીવુડ સ્ટાર પણ આવે છે અહીંયા માથું નમાવવા


આ છે ભારતના 10 સૌથી મોટા ગણપતિ મંદિર મોટા મોટા બોલીવુડ સ્ટાર પણ આવે છે અહીંયા માથું નમાવવા

આજથી જ ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થઇ રહ્યો છે, અને દરેક લોકો જાણે છે કે ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર ભારત દેશની અંદર લોકો ગણપતિની પ્રતિમાને ખૂબ ભક્તિભાવથી પોતાના ઘરે લઇ આવી અને પ્રસ્થાપિત કરે છે, અને સાથે સાથે દસ દિવસ સુધી ખૂબ જ ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરે છે, અને ત્યારબાદ તેનું વિસર્જન કરતાં હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારતના 10 સૌથી મોટા ગણપતી વીશે કે જ્યાં બોલીવુડના મોટા મોટા સ્ટાર પણ માથુ નમાવવા માટે જાય છે.

 

શ્રી સિદ્ધિવિનાયક મંદિર

ગણપતિ ના સૌથી વધુ પ્રસિદ્ધ મંદિરો ની અંદર સિદ્ધિવિનાયક મંદિર નું નામ સૌથી પહેલા આવે છે. ભગવાન ગણપતિનું આ મંદિર મુંબઈની અંદર આવેલું છે અને કહેવાય છે કે ભગવાન ગણપતિનું આ મંદિર એક નિઃસંતાન મહિલા એ બનાવ્યું હતું.

 

શ્રીમંત દગડુ શેઠ હલવાઈ મંદિર

ગણપતિ બાપા ના મંદિર પુના ની અંદર બનાવવામાં આવ્યું છે, અને શ્રી સિદ્ધિવિનાયક મંદિર બાદ જો સૌથી મોટું ભગવાન ગણપતિનું બીજું કોઈ મંદિર હોય તો તે આ મંદિર છે, અને આ મંદિરને ભારતના સૌથી અમીર ટ્રસ્ટ માં બીજા નંબરનું સ્થાન મળેલું છે.

 

કનીપકમ વિનાયક મંદિર ચિત્તૂર

વિઘ્નહર્તા ભગવાન ગણપતિનું મંદિર આંધ્રપ્રદેશના ચિત્તુર ની અંદર આવેલું છે કહેવાય છે કે અહીંયા રહેલ ગણપતિ પોતાના ભક્તોના દરેક પાપ દૂર કરી દે છે અને આ મંદિરની ખાસિયત એ છે કે આ વિશાળ મંદિર નદીની વચ્ચોવચ બનાવવામાં આવ્યું છે.

 

મન કુલા વિનાયક મંદિર પોંડિચેરી

આ મંદિરનો ઈતિહાસ પોંડિચેરી ની અંદર ફ્રેન્ચ લોકોના આવ્યા પહેલા એટલે કે ૧૬૬૬ વર્ષ પહેલાનો છે શાસ્ત્રો અનુસાર ગણપતિના કુલ ૧૬ રૂપ માનવામાં આવે છે, અને પોંડિચેરી ની અંદર આવેલા આ ગણપતિના પ્રતિમા ગણપતિ કહેવાય છે.

 

મધુર મહા ગણપતિ મંદિર કેરળ

ગણપતિજીનું મધુર મહા ગણપતિ મંદિર કેરળ ની અંદર આવેલું છે અને કહેવાય છે કે શરૂઆતમાં આ મંદિર ભગવાન શિવ નું મંદિર હતું અને ત્યારબાદ અહિયાં રહેલા પૂર્વ પુજારીના પુત્રએ ત્યાંની દીવાલમાં ભગવાન ગણપતિની પ્રતિમાનું નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ દિવાલ ઉપર બનાવવામાં આવેલી ભગવાન ગણપતિની એ પ્રતિમા એ ભગવાન ગણપતિનું રૂપ ધીમે-ધીમે ધારણ કરવા લાગ્યા અને ત્યારથી જ આ મંદિરની પૂજા કરવામાં આવે છે.

 

રણથંભોર ગણેશ મંદિર રાજસ્થાન

રાજસ્થાનની અંદર આવેલા રણથંભોર કિલ્લાની અંદર ભગવાન ગણપતિનું એક મોટામાં મોટું મંદિર છે અને આ મંદિર ભગવાન ગણપતિ ને ચીઠી મોકલવા માટે સૌથી વધુ મશહૂર છે અહીંયા કહેવાય છે કે લોકો પોતાના દુઃખદર્દને એક ચિઠ્ઠી દ્વારા ભગવાન ગણપતિ સુધી પહોંચાડે છે અને ભગવાન ગણપતિ તેના આ દરેક વિઘ્નને દુખને દૂર કરી દે છે.

 

મોતી ડુંગરી ગણેશ મંદિર જયપુર

ભગવાન ગણપતિનો આ મંદિર રાજસ્થાન ની અંદર આવેલુ છે અને જયપુર ની અંદર રહેલા આ મંદિરને શેઠ જયરામ પાલીવાલા એ ૧૮મી શતાબ્દી ની અંદર બનાવેલું છે.

 

ગણેશ ટોક મંદિર ગંગટોક

ગંગટોક ની અંદર આવેલા ભગવાન ગણપતિનું આ મંદિર ત્રણ માળમાં બનાવવામાં આવેલું છે અને આ મંદિરમાં ભગવાન ગણપતિના દર્શન કરવા માટે તમારે ત્રણ માળની સીડીઓ ચઢવી પડે છે અને આ મંદિરની અંદર નેપાળના જ એક પૂજારીને રાખવામાં આવ્યો છે.

 

ગણપતિ પુલે મંદિર રત્નાગીરી

આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની અંદર રહેલી ભગવાન ગણપતિની મૂર્તિ ઉત્તર દિશામાં નહીં પરંતુ પશ્ચિમ દિશાની અંદર મુખ રાખીને રાખવામાં આવેલી છે અને કહેવાય છે કે આ મંદિરની અંદર રહેલી પ્રતિમા સ્વયં પ્રગટ થયેલી છે.

 

ઉચી પીલ્લિયાર મંદિર તામિલનાડુ

તામિલનાડુના ત્રિચી પલ્લી ની અંદર સ્થિત આ મંદિર એક પહાડના ટોચ ઉપર આવેલું છે અને આ મંદિર ત્યાંના લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: