આ છે ભગવાન રામ ના વંશજો, જે આજે આ કારણ થી ફસાયા છે વિવાદ માં જાણો એ વિશે.


આ છે ભગવાન રામ ના વંશજો, જે આજે આ કારણ થી ફસાયા છે વિવાદ માં જાણો એ વિશે.

મિત્રો, ત્રેતા યુગ માં અયોધ્યા માં જન્મેલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ને હિંદુ સંસ્કૃતિ મુજબ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન રામ ને મર્યાદા પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવતા હતા કારણ કે કોઈ પણ પુરુષ એટલે કે ઇન્સાન તેમની જેટલા તરલ અને સરળ તેમજ પરી પૂર્ણ નથી હોઈ શકતા. આજ ના આ આર્ટીકલ માં અમે ભગવાન શ્રી રામ ના વંશજો વિશે જણાવીશું.

એવું કહેવામાં આવે છે કે જયપુર નો રાજ પરિવાર ભગવાન શ્રી રામ ના વંશજો છે. આ વાત નો દાવો એ પરિવાર ઘણા વર્ષો થી કરતો આવ્યો છે. અને રાજમાતા પદ્મિની દેવી એ તેમના ઈન્ટરવ્યું માં પણ આ વાત નો દાવો કર્યો હતો. પદ્મિની દેવી નું કહેવું છે કે એમના પતિ ભવાની સિંહ મર્યાદા પુરુષોત્તમ રામ ના પુત્ર કુશ ના વંશજ હતા. મિત્રો ભારત ની આઝાદી ના સમયે ભારત ના છેલ્લા મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય હતા. અને તેમની ત્રણ પત્નીઓ હતી. મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય પછી તેમની પહેલી પત્ની મરુધર કુંવરદેવી સાહિબા ના મોટા પુત્ર ભવાની સિંહ ને ઉત્તરાધિકારી ઘોષિત કરવામાં આવ્યા હતા.

ભવાની સિંહ ને ઉત્તરાધિકારી બનાવ્યા બાદ ભારત માં રાજતંત્ર તો પૂરું થઇ ગયું હતું પરંતુ ભવાની સિંહ જયપુર રાજઘરાના ના મહારાજા હતા. ભવાની સિંહે પદ્મિની દેવી સાથે લગ્ન કર્યા હતા. અને તેમને એક છોકરી થઇ જેનું નામ દિયા સિંહ છે. રાજા ભવાની સિંહ ની છોકરી દિયા સિંહે જુદા રાજપરિવાર માં જન્મેલા નરેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા. અને આ વાત નો તે રાજ્યના લોકોએ ખુબ જ વિરોધ કર્યો હતો.

રાજા ભવાની સિંહ અને પદ્મિની દેવી ને સંતાન માં કોઈ છોકરો ના હતો. તેથી તેમણે તેની છોકરીના છોકરાને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો. પરંતુ તે વાતનો પણ ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિવાદ ત્યારથી હજી સુધી ચાલી રહ્યો છે.

રાજા સવાઈ માનસિંહ દ્વિતીય ની ત્રણ પત્નીઓ હતી તો આ રાજઘરાના ની સંપત્તિ ને લઈને પણ ત્રણે પરિવાર માં ખુબજ વિવાદ ચાલી રહ્યો છે. અને તેથી જ ૨ વર્ષ પહેલા સરકારે હોટેલ રાજમહેલ પેલેસ ને સીલ કરવી દીધી છે.

હાલમાં આ રાજ ઘરાના ના પ્રમુખ રાજમાતા પદ્મિની દેવી ના નાતી રાજા પદ્મનાભ સિંહ છે. જે ખુબ જ સારા પોલો ખેલાડી પણ છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: