આ છે દુનિયાના 5 સૌથી ખરાબ રિવાજ સાંભળીને તમારા પણ રુવાડા થઈ જશે બેઠા


આ છે દુનિયાના 5 સૌથી ખરાબ રિવાજ સાંભળીને તમારા પણ રુવાડા થઈ જશે બેઠા

આજે દુનિયાની અંદર અનેક જગ્યાએ અમુક એવા કુરિવાજો માનવામાં આવે છે કે જે આપણે સાંભળી પણ ન શકીએ અને અનેક પ્રકારની પ્રજાતિની અંદર એવા કુરિવાજોનું આજે પણ અનુસરણ કરવામાં આવે છે, કે જેને આપણે સ્વપ્નમાં પણ ન વિચાર્યા હોય. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ દુનિયાની અંદર નિભાવવામાં આવતા એવા પાંચ રિવાજો વિશે કે જે છે સૌથી ખરાબ.

 

આંગળીઓ કાપવાનો રિવાજ

ઇન્ડોનેશિયાના આદિવાસી વિસ્તારમાં આજે પણ અમુક એવી પ્રજાતિઓ રહે છે કે જેની અંદર એક એવી પ્રથા છે કે જ્યારે તેના કોઈપણ સગા સબંધી અથવા તો સ્નેહીજનો મૃત્યુ પામે છે, ત્યારે તેને શ્રધ્ધાંજલિ આપવા માટે બધા જ લોકો પોતાની એક આંગળી કાપી નાખે છે,.અને ત્યાં લોકોનું માનવું છે કે પોતાની આંગળી કાપી ને તે વ્યક્તિને અર્પણ કરવાના કારણે તે વ્યક્તિની આત્માને શાંતિ મળશે.

 

લાશની સાથે રહેવાનો રિવાજ

ઇન્ડોનેશિયાના એક સમાજની અંદર લોકો પોતાના પરિવાર સાથે એટલા હળીમળીને રહે છે. અને પોતાના પરિવાર સભ્યોને એટલો પ્રેમ કરે છે, કે તે તેની મૃત્યુને બર્દાશ્ત કરી શકતા નથી અને જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની લાશને દફનાવવા કે સળગાવવાની જગ્યાએ આ લોકો તે લાશને પોતાની સાથે જ રાખે છે, અને તે લાશની સાથે એક જીવતો વ્યક્તિ હોય તેવી રીતના જ વર્તાવ કરે છે.

 

રીછ ની બલી નો રિવાજ

ઉતરી જાપાન ની અંદર આવેલા દીપ માં એક આદિવાસી સમાજ રહે છે. જેની અંદર એક અજીબ પ્રકારની પરંપરા નિભાવામાં આવે છે આ પ્રજાતિ દ્વારા સૌપ્રથમ કોઈપણ ભાલુંની બલી દેવામાં આવે છે અને જ્યારે તે રીછ ને  બલી ચઢી જાય ત્યારબાદ તેના કંકાલને આ લોકો પૂજન કરતા હોય છે. આ લોકોનું માનવું છે કે રીછ ભગવાન અને માણસોની વચ્ચે નો સંબંધ બનાવવા માટે ખૂબ ઉપયોગી હોય છે.

 

દુલ્હાને આગમાં ચાલવાનો રિવાજ

ચીન ની અંદર આવેલા ટાપુ પર એવો અજીબ રિવાજ નિભાવવામાં આવે છે કે જયારે કોઈપણ વ્યક્તિના લગ્ન થતા હોય ત્યારે દુલ્હાને આગના દરિયા ઉપર ચાલવાની પ્રથા પાડવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે વ્યક્તિ આર ઉપર જેટલો વધુ સમય સુધી ચાલશે અને જેટલો દૂર ચાલશે તેટલું જ સુંદર સંતાન તેના પત્નીને મળશે.

 

અંતિમ સંસ્કાર માં ડાન્સર બોલાવવાનો રિવાજ

જ્યારે આપણો કોઈ પણ સ્નેહીજન મૃત્યુ પામે છે, ત્યારે દરેક લોકો શોકમાં ગરકાવ થઈ જાય છે, અને તેના ચહેરા ઉપર પણ શોક જોવા મળે છે. પરંતુ તાઈવાનની અંદર એક એવી પરંપરા નિભાવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે, ત્યારે તેના અંતિમ સંસ્કાર ની અંદર ડાન્સરોને બોલાવવામાં આવે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
152Source link

Like it.? Share it: