આ છે દુનિયાના ૫ સૌથી વધુ વજનવાળા વ્યક્તિ, જેનો વજન જાણીને તમે થઇ જશો હેરાન.આ છે દુનિયાના ૫ સૌથી વધુ વજનવાળા વ્યક્તિ, જેનો વજન જાણીને તમે થઇ જશો હેરાન.

આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે પાતળા રહે. જાડું થવું કોઈને પણ પસંદ નથી, પરંતુ અત્યારના સમયમાં ઘણા એવા વ્યક્તિ હોય છે જે મેદસ્વીતા થી પરેશાન હોય છે. આજે અમે તમને દુનિયાના ૫ સૌથી વધુ વજનવાળા વ્યક્તિ વિશે જણાવીશું જેના વજન વિશે જાણીને તમે પણ હેરાન થઇ જશો.

 

જોન બ્રોવર મીન્હોક – ૬૩૫ કિલોગ્રામ

જોન બ્રોવર મીન્હોક દુનિયાનો સૌથી વજનવાળા વ્યક્તિના લીસ્ટમાં સૌથી પહેલા નંબર પર આવે છે. ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વજનવાળા વ્યક્તિઓમાં એમનું નામ છે, ૧૯૭૮ માં એમનું વજન ૬૩૫ કિલોગ્રામ હતું. ૧૯૮૩ માં એમનું મૃત્યુ થઇ ગયું અને તે સમયે એમનું વજન ૭૯૮ કિલોગ્રામ હતો.

 

વાલ્ટર હડસન – ૫૪૪ કિલોગ્રામ

સૌથી વજનવાળા વ્યક્તિના લીસ્ટમાં બીજું નામ વાલ્ટર હડસન નો આવે છે. એમનો વજન ૫૪૪ કિલોગ્રામ હતો. ૧૯૯૧ માં હાર્ટ એટેક આવવાના કારણે એમની મૃત્યુ થઇ ગઈ અને એ સમયે એમની ઉંમર ૪૦ વર્ષ હતી. જે સમયે એમની મૃત્યુ થઇ તે સમયે એમનું વજન ૫૯૦ કિલોગ્રામ હતો.

 

મૈનુઅલ ઉરીબે – ૫૫૭ કિલોગ્રામ

દુનિયાના સૌથી વધુ વજનવાળા વ્યક્તિની લીસ્ટમાં ત્રીજા નંબર પર મૈનુઅલ ઉરીબે નું નામ આવે છે. ૪૮ વર્ષમાં એમની મૃત્યુ થઇ ગઈ અને મૃત્યુ થયું એ પહેલા એમનું વજન ૫૫૭ કીલોગ્રામ હતું.

 

પોલ મેસન – ૪૪૪ કિલોગ્રામ

દુનિયાના સૌથી વજનવાળા વ્યક્તિના લીસ્ટમાં ચોથા નામ પર પોલ મેસન નું આવે છે. એમનું મૃત્યુ થયું એ સમયે એમનું વજન ૪૪૪ કીલોગ્રામ હતું.

 

ટેરી સ્મિથ – ૩૧૭ કિલોગ્રામ

દુનિયાના સૌથી વજનવાળા વ્યક્તિના લીસ્ટમાં પાંચમાં નંબર પર ટેરી સ્મિથનું નામ આવે છે. તેને અત્યારે દુનિયાના સૌથી વજન વાળા વ્યક્તિ કહેવાય છે. એમનો વજન લગભગ ૭૦૦ પાઉન્ડ એટલે કે ૩૧૭ કિલોગ્રામ છે, એમના વજનને કારણે એમને ઘણી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
59Source link

Like it.? Share it: