આ છે કંગન, પાયલ અને માછલીઓ પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને તમે પણ રહી જશો દંગ.આ છે કંગન, પાયલ અને માછલીઓ પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને તમે પણ રહી જશો દંગ.

હિન્દુ સંસ્કૃતિ અનુસાર જ્યારે સ્ત્રીના વિવાહ થાય છે ત્યારે તેને અમુક પ્રકારની વિધિઓ કરવી પડતી હોય છે અને જ્યારે સ્ત્રીના વિવાહ થઈ જાય છે ત્યાર બાદ તેને પોતાના સુહાગની નિશાનીના રૂપમાં પોતાના માંગમાં સેથો પુરાવો પડતો હોય છે. મહિલાઓએ પોતાની ડોક માં મંગળસૂત્ર પહેરવું પડતું હોય છે. ઘણી મહિલાઓ પોતાના પગમાં પાયલ પહેરે છે અને હાથમાં બંગડીઓ પહેરે છે. મહિલાઓ પોતાના પગની આંગળીઓમાં માછલી પણ પહેરતી હોય છે.

આ પ્રથા વર્ષોથી આપણે ત્યાં ચાલી આવે છે. ઘણા લોકો તેને પરંપરાના રૂપમાં નિભાવતા હોય છે અને ઘણા લોકો તેને અંધશ્રદ્ધાના રૂપમાં પણ નિભાવે છે. ઘણી મહિલાઓને પાયલ, બગડી અને માછલી પહેરવી ખૂબ ગમતી હોય છે. મહિલાઓ સુંદર મજાની આકર્ષક સોનાની આભૂષણ ધારણ કરતી હોય છે અને ઘણી મહિલાઓને આ વસ્તુઓ ન ગમવા છતાં પણ પોતાના હાથ ઉપર પહેરવી પડે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ વસ્તુઓ પોતાના શરીર ઉપર ધારણ કરવાના કારણે અમુક ફાયદાઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ શું છે આ વસ્તુઓ ધારણ કરવાના વૈજ્ઞાનિક ફાયદાઓ.

 

પગમાં માછલી પહેરવાના ફાયદા

જ્યારે સ્ત્રીના લગ્ન થઈ જાય છે ત્યાર બાદ સ્ત્રીઓ પોતાના પગની વચ્ચેની આંગળીઓમાં આ પ્રકારની માછલીઓ પહેરતી હોય છે. આ વસ્તુ માત્ર સાજ, શૃંગાર માટે જ નથી, પરંતુ આ માછલીઓ પહેરવાના કારણે તમને અનેક પ્રકારના વૈજ્ઞાનિક ફાયદાઓ પણ થઈ શકે છે. પગની આંગળીઓમાં માછલીઓ પહેરવાના કારણે પગની આંગળીઓમાં રહેલા એક્યુપ્રેસર પોઇન્ટ દબાઈ છે. જેથી મહિલાઓ કાયમી માટે સ્વસ્થ રહી શકે છે. માછલીઓ અમુક પ્રકારની ખાસ નસો ઉપર દબાવ લાવે છે. જેથી કરીને મહિલાઓના ગર્ભાશયની અંદર પૂરતા પ્રમાણમાં રક્ત પ્રવાહ મળી રહે છે અને સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા વધી જાય છે.

 

પગની આંગળીઓમાં પહેરવામાં આવતી આ માછલીઓ જો ખરેખર માછલીના સ્વરૂપની હોય અથવા તો તેના આકારની હોય તો તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પગના અંગુઠામાં પહેરવામાં આવતી આ માછલીઓ એકદમ ગોળાકાર અને આગળ-પાછળ થોડી અણીવાળી હોય તો તેનો ઉત્તમ ફાયદો મળી રહે છે. પગના આંગળી ની અંદર પહેરવામાં આવતી આવી માછલીઓના કારણે સ્ત્રીઓની માસપેશીઓ મજબૂત બને છે.

 

પગમાં પાયલ પહેરવાના ફાયદા

પરણિત સ્ત્રીઓ જ્યારે પોતાના પગમાં પાયલ પહેરતી હોય છે, ત્યારે તેની અંદર રહેલી ઘૂઘરી માંથી જે અવાજ આવે છે, તે તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. પગ માં પહેરવા માં આવેલો પાયલ સ્ત્રીઓ ના કમર થી નીચે ના ભાગ ની અંદર જમા થતી ચરબીને ઓગાળવામાં મદદ રૂપ થાય છે, અને સ્ત્રીઓના કમરથી નીચેના ભાગમાં વધારાની ચરબી જમા થવા દેતું નથી.

 

ચાંદીના પાયલ પગ ની અંદર પહેરવા ના કારણે સ્ત્રીઓના હાડકા વધુ મજબૂત બને છે. આ ઉપરાંત તેનો અવાજ તમારા ઘરમાં રહેલી બધી જ નેગેટિવ ઊર્જાને દૂર કરે છે, અને પગમાં પાયલ પહેરવાના કારણે સ્ત્રીઓની ઇચ્છાશક્તિ વધુ મજબૂત બની જાય છે. પગની અંદર ચાંદીના ઝાંઝર પહેરવાના કારણે મહિલાઓના શારીરિક ઉર્જા ની અંદર તથા શરીરની ગરમી ની અંદર સંતુલન બની રહે છે.

 

હાથમાં કંગન પહેરવા ના ફાયદા

જ્યારે મહિલાઓ ના લગ્ન થઈ જાય છે, ત્યારબાદ ચુડલો પરિણીત મહિલા નું એક આભૂષણ બની જાય છે. પરંતુ હાથમાં બંગડી પહેરવાના કારણે તમારા હાથમાં રહેલી નસો ની અંદર વધુ માત્રામાં રક્તસંચાર થાય છે, અને આથી જ તે તમારા શરીર ઉપર થાક ને ફટાફટ હાવી થવા દેતો નથી. તમારા હાથમાં બંગડી પહેરવાના કારણે તમને શ્વાસ રોગ હદયરોગ અને અન્ય પ્રકારના રોગની શક્યતાઓ ખૂબ નહિવત થઇ જાય છે.

પરિણીત મહિલાઓ એ ક્યારેય પણ પોતાના હાથમા ખંડિત બંગડી ન પહેરવી જોઈએ, કેમ કે હાથની અંદર પહેરવા માં આવતી તૂટેલી આવી બંગડીઓ ઘરમાં નકારાત્મક ઉર્જાઓ લાવે છે. જો સ્ત્રીઓ પોતાના હાથમાં લાલ કે લીલા રંગની બંગડીઓ પહેરે તો તેને સૌથી ઉત્તમ માનવામાં આવે છે અને તે તમારા માટે અને તમારા ઘર માટે સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનું કાર્ય કરે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
197Source link

Like it.? Share it: