આ છે અમિતાભ બચ્ચન નું એકમાત્ર મંદિર જ્યાં દરરોજ થાય છે તેના ફોટા અને બુટ ની પૂજાઆ છે અમિતાભ બચ્ચન નું એકમાત્ર મંદિર જ્યાં દરરોજ થાય છે તેના ફોટા અને બુટ ની પૂજા

પૃથ્વી ઉપર સામાન્ય રીતે ભગવાનની પૂજા કરવામાં આવતી હોય છે. પરંતુ ભારત દેશની અંદર માત્ર ઉપરવાળા ભગવાનની જ નહીં પરંતુ ઘણી જગ્યાએ મનુષ્યની પણ પૂજા કરવામાં આવે છે. જાણીને તમને નવાઈ લાગશે પરંતુ ભારત દેશની અંદર એક મંદિર એવું છે કે જ્યાં અમિતાભ બચ્ચન ની પૂજા કરવામાં આવે છે, અને આ મંદિરને અમિતાભ બચ્ચન ના નામથી પણ ઓળખવામાં આવે છે.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે અમિતાભ બચ્ચનને સદીનું મહાનાયક ગણવામાં આવે છે, અને તે બોલીવુડનો સુપર સ્ટાર છે, અને ઘણા લોકો બોલીવુડના સુપર સ્ટાર ને ભગવાનની જેમ જ પૂછે છે, અને એટલું જ નહીં તેના એક ચાહકે અમિતાભ બચ્ચન નું મંદિર પણ બનાવી નાખ્યું છે, અને અમિતાભનું આ મંદિર કોલકત્તા ની અંદર રહેલા શ્રી ધરાઈ રોડ ઉપર આવેલું છે.

કોલકાતા ની અંદર અમિતાભ બચ્ચનના આવેલા આ મંદિરની અંદર દેશ-વિદેશથી હજારો ભક્તો અને અમિતાભ બચ્ચનના ફેન્સ તેના આ મંદિરમાં તેની પૂજા-અર્ચના કરવા માટે જાય છે. આ મંદિરની અંદર અમિતાભ બચ્ચન દ્વારા કામ કરેલ અગ્નિપથ પિક્ચર ની અંદર પહેરવામાં આવેલા સફેદ બૂટ રાખવામાં આવ્યા છે, અને દરરોજ તેની પૂજા કરવામાં આવે છે.

સાથે સાથે આ મંદિરની અંદર અમિતાભ બચ્ચન દ્વારા એક પિક્ચર ની અંદર બેસવા માં આવેલ ખુરશી પણ અહીં રાખેલી છે, અને એ ખુરશીની પણ પૂજા કરવામાં આવે છે, અને તે ખુરશી ઉપર દરરોજ અમિતાભ બચ્ચનની વિવિધ પ્રતિમાઓ રાખવામાં આવે છે. દરરોજ તેની વારાફરતી પૂજા કરવામાં આવે છે.

અમિતાભ બચ્ચનના એક ચાહકે કોલકાતા ની અંદર વર્ષ 2001ની અંદર પોતાના ઘરના એક મકાનની અંદર અમિતાભ બચ્ચનનું આ મંદિરનું નિર્માણ કર્યું હતું, અને જ્યારે અમિતાભ બચ્ચનને પોતાના આ મંદિર વિશે જાણ થઈ ત્યારે અમિતાભ બચ્ચન ને ખુશ થઈ અને પોતાના આ ભક્ત માટે પોતાની એક ખુરશી અને પોતાના એ સફેદ કલરના બુટ મોકલ્યા હતા. ત્યારથી જ આ મંદિરની અંદર આ ખુરશી અને બુટ ની પૂજા કરવામાં આવે છે.

આ મંદિરની અંદર દરરોજ સવાર-સાંજ અમિતાભ ની આરતી થાય છે. એટલું જ નહીં તેના ભક્તો દ્વારા અને તેના ફેન્સ દ્વારા વિવિધ જાતના મંત્રો અને આરતીઓ પણ બનાવવામાં આવી છે. કે જ્યારે સવાર-સાંજ તેની આરતી ઉતારવામાં આવે ત્યારે આ પૂજા અથવા તો આરતી ગાવામાં આવે છે અને આ મંત્રનો જાપ કરવામાં આવે છે.

એક વખત જ્યારે અમિતાભ બચ્ચન પોતાના આ મંદિરની મુલાકાતે ગયા ત્યારે ભક્તોનું આ ભાવ જોઈ અને અમિતાભ બચ્ચન ની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
32Source link

Like it.? Share it: