આ ચમત્કારી દવા નો ઉપયોગ કરીને દાગ-ખાજ અને ખરજવાની બીમારીઓને દૂર કરો


આ ચમત્કારી દવા નો ઉપયોગ કરીને દાગ-ખાજ અને ખરજવાની બીમારીઓને દૂર કરો

આજના સમયમાં દૂષિત પાણીનો ઉપયોગ કરવાના કારણે અનેક લોકો દાગ-ખાજ, ખરજવા અને ખુજલી જેવી બીમારીઓથી પીડાતા હોય છે અને આ બીમારી એટલી ચેપી છે કે જ્યારે ઘરમાં કોઈપણ એક વ્યક્તિને થાય કે તરત જ તેનો ચેપ અન્ય વ્યક્તિઓને લાગી જતો હોય છે. આ બીમારીઓથી છુટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની ટ્યુબો અથવા તો દવાનો ઉપયોગ કરતા હોય છે. આમ છતાં તેને યોગ્ય ઉપાય મળતો નથી.

પરંતુ જો આ દાગ-ખાજ, ખરજવા ને મટાડવા માટે આયુર્વેદિક ઉપાય કરવામાં આવે તો તે જડમૂળમાંથી દૂર થાય છે. એક વખત આ વસ્તુ મટ્યા બાદ ફરીથી તે જગ્યાએ થતી પણ નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે આયુર્વેદિક નુસખા નો ઉપયોગ કરીને આ દાગ-ખાજ અને ખરજવા માંથી કાયમી માટે છુટકારો મેળવી શકો છો.

સૌપ્રથમ મઠના બીજનું ચૂર્ણ બનાવી લો અને ત્યારબાદ તેને દહીમાં, પાણીમાં અથવા તો લીંબુના રસમાં મેળવીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને દાગ અથવા તો ખરજવા ની જગ્યાએ બરાબર લેપ કરી લો અને માત્ર ત્રણથી ચાર દિવસ સુધી આ વસ્તુનો લેપ કરવાના કારણે તમને તરત જ ફરક દેખાશે. એક ધારા આ વસ્તુનો લેપ કરવાના કારણે માત્ર થોડા દિવસોની અંદર તમે આ દાગ-ખાજ અથવા તો ખરજવા માટે કાયમી માટે છુટકારો મેળવી શકશો.

જો દાગ-ખાજ અથવા તો ખુજલી ની અંદર તુલસીના પાનને બરાબર વાટી લઇ તેની અંદર થોડો લીંબુનો રસ ભેળવી અને તે જગ્યાએ લગાવવામાં આવે તો તેની અંદર સદંતર રાહત મળે છે અને માત્ર થોડા દિવસોમાં આ બીમારી જડમૂળમાંથી દૂર થાય છે.

અંબાલી માંથી નીકળતા અમ્બીલાને બરાબર ઘસી લઈ અને તેની બારીક પેસ્ટ ને ખરજવા ઉપર લગાવવાથી ખરજવા નો રોગ જડમૂળમાંથી દૂર થઈ જાય છે અને તે જગ્યાએ ફરીથી ક્યારેય પણ ખરજવું થવાની સંભાવના રહેતી નથી.

દાગ-ખાજ ખરજવા માંથી છુટકારો મેળવવા માટે તમે તે જગ્યાએ ફુદીનાનો રસ પણ લગાવી શકો છો. કેમ કે ફુદીનાના રસની અંદર રહેલા તત્વો તમારા શરીરના બધા જ વિકારોને દૂર કરી દે છે અને તમને કાયમી માટે આ દાગ-ખાજ અને ખરજવા માંથી છુટકારો અપાવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
267Source link

Like it.? Share it: