આ ખેલાડીઓ ક્રિકેટ થી વધુ પૈસા કમાઈ છે બિઝનેસમાં જાણો શેનો કરે છે બિઝનેસ


આ ખેલાડીઓ ક્રિકેટ થી વધુ પૈસા કમાઈ છે બિઝનેસમાં જાણો શેનો કરે છે બિઝનેસ

ક્રિકેટ નો ખેલ અનેક લોકો માટે રોજીરોટી પૂરી પાડવાનું કામ કરે છે, અને તેની અંદર જે લોકો ક્રિકેટર હોય છે તેને તેની અંદર અઢળક પૈસા મળતા હોય છે. કેમકે જે ક્રિકેટર નો દેખાવ સારો હોય છે તેને અનેક રીતે પૈસા મળતા હોય છે. પરંતુ ઘણા ખેલાડીઓ ક્રિકેટ ઉપરાંત પોતાના બીજા બિઝનેસ ની અંદર પણ કાર્યરત હોય છે અને તેની અદર થી પણ તે ઘણા બધા પૈસા કમાતા હોય છે.

 

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ક્રિકેટ ખેલાડીઓ વિશે કે જે ક્રિકેટમાંથી તો ઘણા બધા પૈસા કમાય છે, પરંતુ સાથે સાથે તેને ક્રિકેટ ઉપરાંત પોતાની અમુક એવી બ્રાન્ડ પણ બનાવી છે કે જેના દ્વારા તે અનેક પ્રકારના પૈસો કમાય છે. અને ઘણા ક્રિકેટરો તો એવા છે કે જે ક્રિકેટ કરતાં પણ વધુ પૈસા તેના આ બિઝનેસમાંથી કમાય છે.

 

એમ એસ ધોની

ભારતના સૌથી સફળ કેપ્ટન જો કોઈ પણ હોય તો તે છે એમ એસ ધોની. એમ એસ ધોની એ હાલમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. પરંતુ ક્રિકેટ ઉપરાંત તેણે પોતાની બહારની દુનિયામાં 20 કરતાં પણ વધુ કંપનીઓ ખોલી છે, અને તેની અંદર તે ખૂબ લગન અને મહેનતથી કાર્ય કરે છે. મહેન્દ્રસિંહ ધોનીએ અલગ-અલગ ખેલ ની અંદર અનેક પ્રકારની ટીમ ખરીદી લીધી છે અને તેને યોગ્ય રીતે ટ્રેઈન કરીને તે કોઇપણ રમત ની અંદર ઉતારે છે અને તેના દ્વારા પણ તે ઘણા બધા પૈસા કમાય છે.

આ ઉપરાંત તેની પાસે એક લાઈફસ્ટાઇલ બ્રાંડ પણ છે જેની અંદર તે અઢળક રૂપિયા કમાય છે.

 

વિરાટ કોહલી

વિરાટ કોહલીને હાલમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. વિરાટ કોહલી ક્રિકેટમાંથી અઢળક રૂપિયા કમાય છે. પરંતુ આ ઉપરાંત તે પોતાની બહારની દુનિયામાં પણ અનેક પ્રકારના વ્યવસાય કરે છે, અને તેની અંદરથી પણ તે ઘણા બધા કમાય છે. વિરાટ કોહલીએ ફૂટબોલની એક ટીમ ખરીદેલી છે અને તે ટીમ દ્વારા તે ઘણા બધા રૂપિયા કમાય છે.

આ ઉપરાંત વિરાટ કોહલીએ પ્રો-રેસલિંગ લીગમાં પણ પોતાની એક ટીમ ખરીદેલી છે, અને તેના દ્વારા પણ તેણે ઘણા બધા પૈસા બનાવેલા છે. તેણે આ ઉપરાંત ઘણા બધા એવા બિઝનેસ પાર્ટનરશિપમાં શરૂ કરેલા છે કે જે ઘણા બધા સફળ છે. અને તેની દ્વારા પણ તે ક્રિકેટમાંથી મળતા પૈસા કરતાં પણ વધુ કમાણી કરી લે છે.

 

સુનિલ ગાવસ્કર

ભારતીય બલ્લેબાજ સુનિલ ગાવસ્કરની સફળતા માત્ર ક્રિકેટના મેદાન સુધી જ સિમિત નથી, પરંતુ તેણે અને ક્ષેત્રની અંદર સફળતા મેળવી છે. તેણે એક સપોર્ટની કંપની પણ શરૂ કરેલી છે જેની અંદર તે ઘણા બધા પૈસા કમાય છે. આ ઉપરાંત ભારતીય બેડમિન્ટન લિંગ ની અંદર પણ તેણે એક ટીમ ખરીદેલી છે જેના દ્વારા તે ઘણા બધા પૈસા કમાઈ છે.

 

મહેલા જયવર્દને અને કુમાર સંગાકારા

દરેક લોકો જયવર્દને અને સંગાકારાને સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન માનતા હતા. પરંતુ આ બંને સાથે મળીને શ્રીલંકા ની અંદર એક કંપનીની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અને આજે તે કંપની અઢળક રૂપિયા કમાય છે.

 

ઝહીર ખાન

ઝહિર ખાન ને ભારતીય ક્રિકેટ ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર માનવામાં આવે છે. જહીર ખાને પોતાના કેરિયરની અંદર અનેક પ્રકારના રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ખાને વર્ષ 2005 માં એક હોસ્પિટલની શરૂઆત કરી હતી, અને તેનું નામ જહીર ખાન હોસ્પિટલ રાખ્યું હતું. અને તેની અંદર તેને સારી એવી સફળતા પણ મળી હતી.

 

વીરેન્દ્ર સેહવાગ

ભારતના સૌથી આક્રમક બલ્લેબાઝ તરીકે ઓળખાતા વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2012 માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી, અને ત્યાર બાદ તેણે એક સ્કૂલની શરૂઆત કરી કે જેની અંદર ઇન્ટરનેશનલ લેવલની બધી જ સુવિધાઓ પુરવાર કરવામાં આવે છે. અને બાળકનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. અને હાલમાં તે સ્પોર્ટ્સની ટ્રેનિંગ આપતી સર્વશ્રેષ્ઠ એક સ્કૂલ બની ગઈ છે. અને આ માટે તેણે ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: