આવી રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ કેળા ની ચટણી



આવી રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ કેળા ની ચટણી

દરેક લોકોને કેળા તો ભાવતા જ હોય છે. પરંતુ જ્યારે તમે ઘણી જગ્યાએ બહાર કોઇપણ વસ્તુ ખાવા જતા હોવ ત્યારે તમને કેળા ની ચટણી પણ આપવામાં અવતિ હોય છે. અને લોકોને આ કેળા ની ચટણી પણ ખૂબ જ ભાવતી હોય છે. જ્યારે તમે બહાર આવી કોઈપણ કેળાની માંથી બનેલી ચટણી ખાતા હોવ ત્યારે તમને એમ થાય છે કે શું આવી ચટણી ઘરે બનાવી શકીએ? તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકશો એકદમ સ્વાદિષ્ટ કેળા ની ચટણી.

સામગ્રી

  • ૨ નંગ કેળા
  • અડધી ચમચી જીરું
  •  અડધી ચમચી ધાણાજીરુ પાઉડર
  • અડધી ચમચી ચાટ મસાલો
  •  અડધી ચમચી હળદર
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  •  એક ચમચી શેકેલું જીરું
  •  સ્વાદ અનુસાર મીઠું
  • ૩ ચમચી ખાંડ
  • બે ચમચી દેશી ઘી
  • જરૂર મુજબનું પાણી

બનાવવાની રીત

  1. કેળાની આ સ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે સૌપ્રથમ કેળાની છાલ ઉતારી લઈ તેના બે કટકા કરી લો અને ત્યાર બાદ મિક્સર ની અંદર નાખીને તેને એકદમ બારીક પીસી લો.
  2. ત્યારબાદ એક કડાઈ ની અંદર દેશી ઘી ગરમ કરવા માટે મૂકો ,અને જ્યારે તે ઘી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જીરું ઉમેરી થોડું શેકી લો, અને ત્યારબાદ તેની અંદર હળદર લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  3. ત્યારબાદ આ મિશ્રણની અંદર કેળાની પેસ્ટ ઉમેરી તેની અંદર અડધો કપ જેટલું પાણી ઉમેરો જેથી કરીને તમારી ચટણી એકદમ પાતળી બની જાય.
  4. અંદાજે બે મિનિટ સુધી કે સુપર ઉકાળ્યા બાદ આ મિશ્રણ ની અંદર ધાણા-જીરુ પાવડર અને જીરું પાવડર તથા સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરી બરાબર હલાવી લો.
  5. ત્યારબાદ ત્રણથી ચાર મિનિટ બાદ ગેસ બંધ કરી દો અને તેને બરાબર હલાવી તેમાં ઉપરથી ચાટ મસાલો ઉમેરી દો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કેળા ની ચટણી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
44



Source link

Like it.? Share it: