આયુર્વેદ અનુસાર આ 5 વસ્તુઓ ને રાત્રે ક્યારેય પણ ન ખાવી જોઈએઆયુર્વેદ અનુસાર આ 5 વસ્તુઓ ને રાત્રે ક્યારેય પણ ન ખાવી જોઈએ

આયુર્વેદ શાસ્ત્ર ની અંદર દરેક વસ્તુઓ ખાવા માટે નો યોગ્ય સમય બતાવવામાં આવ્યો છે. આયુર્વેદ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જો અમુક વસ્તુઓ ને તેના સમયથી વિરુદ્ધ ખાવામાં આવે તો તે તમારા શરીરને ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. અને જો અમુક વસ્તુઓ ને યોગ્ય સમયે ખાવામાં આવે તો તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

પરંતુ આપણને ઘણી વખત એવી ટેવ હોય છે કે આપણે રાત્રે અમુક વસ્તુઓ ખાઈ બેસતા હોઈએ છીએ. પરંતુ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે રાત્રિના સમયે કયારે પણ અમુક વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. કેમકે તેનું સેવન કરવાના કારણે તમને અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એવી પાંચ વસ્તુઓ કે જેનુ રાત્રે સૂતા વખતે ક્યારેય પણ સેવન ન કરવું જોઈએ.

 

ખાટા ફળ

ફળો ની અંદર ભરપૂર માત્રામાં નેચરલ શુગર હોય છે અને જ્યારે તેને રાત્રિના સમયે ખાવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલી સુગર તમારા શરીરના પાચનતંત્રને અસર કરે છે. અને તે આસાનીથી પચી શકતા નથી. આથી રાત્રિના સમય દરમિયાન ક્યારે પણ ખાટા ફળ ન ખાવા જોઈએ. બને ત્યાં સુધી સવારના નાસ્તામાં ફળ ખાવા સારા માનવામાં આવે છે.

 

માસ અને મસાલેદાર ખાવાનું

વધુ પડતાં માંસાહાર અને મસાલેદાર ખાવાના કારણે પેટની અંદર ગેસની સમસ્યા થઈ જાય છે. આ ઉપરાંત અપચાની સમસ્યા પણ સર્જાઇ છે. આથી જ ક્યારેય પણ રાત્રીના સમયે વધારે પડતું મસાલાવાળું અથવા તો માંસ ખાવું ન જોઈએ કેમકે તે ખાવાના કારણે તમારી પાચનશક્તિ નબળી પડે છે.

 

કાકડી અને તરબૂચ

રાત્રિના સમયે ભોજનની અંદર કાકડીનું કાચું બનાવીને ઘણા લોકો ખાતા હશે. પરંતુ વધુ પડતી કાકડીનું સેવન જો રાત્રે કરવામાં આવે તો તે ફાયદો પહોંચાડવાની જગ્યાએ તમને નુકસાન પહોંચાડે છે. કેમ કે કાકડી અને તરબૂચ ની અંદર વિપુલ માત્રામાં પાણી ભરેલું હોય છે અને રાત્રિના સમયે વધુ પડતા તરબૂચ અથવા તો કાકડીનું સેવન કરવાના કારણે તમને વારંવાર પેશાબ લાગે છે અને તમારી ઊંઘ બગડે છે.

 

લસણ

રાત્રિના સમયે લસણ ખાવાના કારણે પેટની અંદર ગેસની સમસ્યા ઉત્પન્ન થાય છે. કેમકે લસણ તાસીર ગરમ હોય છે અને આથી જ રાત્રિના સમયે ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ.

 

મગફળી

મગફળી ની અંદર ભરપૂર માત્રામાં ફેટ અને આલ્ફા ટોક્સિક નામનું દ્રવ્ય હોય છે આથી રાત્રિના સમયે તેનું વધુ પડતું સેવન કરવાના કારણે તમારા શરીરની પ્રકૃતિ વધી જાય છે. અને તમારા સ્વાસ્થ્ય ઉપર હાનિકારક પ્રભાવ પડે છે આથી રાત્રિના સમયે ક્યારેય પણ મગફળી ન ખાવી જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
58Source link

Like it.? Share it: