આજે જ ઘરે બનાવો, ખુબ સરળ અને સ્વાદિષ્ટ ઘઉંના લોટના ઢોસા.આજે જ ઘરે બનાવો, ખુબ સરળ અને સ્વાદિષ્ટ ઘઉંના લોટના ઢોસા.

ઘઉંના લોટના ઢોસા

ઘઉંના લોટના ઢોસા એક સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતા દક્ષિણી ભારતીય વ્યંજન છે. આ રીતનું પાલન કરીને કોઈ પણલોટ એમના ઘરે ઘઉંનો લોટ અને ચોખાના લોટનો ઉપયોગ કરીને થોડી જ વારમાં સરળતાથી ઘઉંના ઢોસા બની શકે છે. તે ટામેટાની ચટણી ને નારિયેળની ચટણીની સાથે સ્વાદિષ્ટ લાગે છે.

સામગ્રી

 • ઘઉંનો લોટ,
 • ચોખાનો લોટ,
 • ખાટી છાશ,
 • લીલી મરચી જીણી સમારેલી,
 • રાઈ, લીંબડાના પાન,
 • તેલ જરૂર મુજબ,
 • પાણી,
 • મીઠું સ્વાદાનુસાર.

ઢોસા બનાવવાની રીત

 1. એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ખાટી છાશ, લીલી મરચી અને મીઠું સ્વાદાનુસાર લઇ લેવું.
 2. પછી તેમાં થોડું થોડું પાણી નાખવું અને પાતળું રાબડું બનાવી લેવું. રાબડામાં લોટની ગાંઠ ન રહે એ ધ્યાન રાખવું અને રાબડું ઘાટું પણ રહેવું જોઈએ.
 3. એક નાની પૈનમાં મધ્યમ તાપ પર થોડું તેલ નાખી ગરમ કરવું. જયારે તેલ ગરમ થઇ જાય ત્યાર પછી એમાં રાઈ, જીરૂ અને લીમડો નાખવો. જયારે રાઈ ફૂટી જાય ત્યાર બાદ તે પૈનને ગેસ પરથી લઇ લેવું અને રાબડા પર નાખી દેવું. તેમાં જીણા સમારેલા ધાણા અને લીલી મરચી નાખવી.
 4. એક નોન-સ્ટીક પૈન મધ્યમ તાપ પર ગરમ કરવા મુકવી. પૈન ગરમ થઇ ગઈ છે કે નહિ તે જોવા માટે તેના ઉપર પાણીની છાંટ નાખવી જો તે તરત સુકાઈ જાય છે તો તે ગરમ થઇ ગઈ હશે. પછી તેમાં અડધી ચમચી તેલ નાખવું. રાબડાને સરખી રીતે મિક્ષ કરી લેવું. લગભગ અડધા કપ જેટલું રાબડું પૈનની વચ્ચે નાખવું અને રાબડાને આખી પૈનમાં કવર થાય એ રીતે ફેલાવવું. ઢોસા ઉપર ૧ ચમચી તેલ લગાવવું અથવા છાંટવું,
 5. ત્યાર પછી તેને નીચેની બાજુ લાલ રંગ થાય ત્યાં સુધી ચડવા દેવું, તેમાં લગભગ ૨ મિનીટનો સમય લાગશે.
 6. પછી ઢોસાને ધીમે ધીમે ઉખાડીને બીજી બાજુ શેકવું.
 7. બીજી બાજુ પણ થોડું થોડું લાલ રંગનું થાય ત્યાં સુધી ચડવા દેવું, લગભગ ૧ મિનીટ જેવું થશે.
 8. ત્યાર બાદ આ ઢોસાને એક પ્લેટમાં કાઢી લેવો અને પીરસવું. દરેક ઢોસા બનાવતા પહેલા સરખી રીતે મિક્ષ કરીને બનાવવા.

આ રીતે ઘઉંના લોટના ઢોસા તૈયાર છે હવે તેને નારિયેળની ચટણી અને ટામેટાની ચટણી સાથે પીરસી શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
52Source link

Like it.? Share it: