આજે જ ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘પનીર ભુરજી’


આજે જ ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘પનીર ભુરજી’

નમસ્તે દોસ્તો, આજકાલ બધા લોકોને નવી નવી વાનગી ખાવાનો શોખ હોય છે, પરંતુ આજના જમાનામાં ઘણા લોકો પાસે સમય નથી. એટલા માટે મહિલાઓ ખુબ જ ઝડપથી બનતી વસ્તુઓ વધારે પસંદ કરે છે જેથી સમય ન બગડે. તો આજે અમે એક એવી વાનગી શીખવીશું જે ખુબ જ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો જાણીએ પનીર ભુરજી બનાવવાની રીત વિશે.

સામગ્રી

 • થોડું તેલ
 • જીરૂ
 • ડુંગળી ઝીણી સમારેલી
 • મીઠું સ્વાદ મુજબ
 • લીલું મરચું સમારેલું
 • આદુની પેસ્ટ
 • લસણ ની પેસ્ટ
 • થોડું લાલ મરચું પાવડર
 • ટામેટું જીણું સમારેલું
 • થોડી હળદર
 • થોડો ગરમ મસાલા
 • ૨ કપ છીણેલું પનીર
 • કસૂરી મેથી
 • ધાણા પાવડર.

પનીર ભુરજી બનાવવાની રીત

 1. સૌથી પહેલા એક કડાઇમાં થોડું તેલ ગરમ કરી ને પછી એમાં જીરું નાખવું.
 2. પછી તેમાં ડુંગળી, લીલું મરચું અને આદુ લસણ ની પેસ્ટ નાખીને સાંતળી લેવું.
 3. ત્યાર પછી તેમાં ટામેટા નાખી ને સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવા.
 4. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો અને મીઠું નાખી ને ધીમા ગેસ પર ચડવા દેવું.
 5. પછી તેમાં બે કપ છીણેલું પનીર નાખવું અને ત્યાર પછી એને એકદમ હળવા હાથે હલાવી લેવું.
 6. ત્યાર બાદ એમાં કસુરી મેથી અને કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરી લેવું. પછી એને એક બાઉલમાં કાઢી લેવું.

 

હવે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પનીર ભુરજી. તમે આ વાનગીને સાંજના ભોજનમાં રોટલી અથવા નાન સાથે ખાઈ શકો છો. તમે પનીર ભુરજીને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: