આજે જ ઘરે બનાવો એકદમ ટેસ્ટી આલુ પેટીસ..


આજે જ ઘરે બનાવો એકદમ ટેસ્ટી આલુ પેટીસ..

નમસ્તે મિત્રો, જો તમારા ઘર પર પાર્ટી થવાની છે અથવા તમારા બાળકનો કે બીજા પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય તો નાસ્તામાં તમે આ સ્નેક્સ બનાવીને મહેમાન ને નાસ્તો કરાવી શકો છો. આલુ પેટીસ બાળકોથી લઈને મોટા બધા લોકો પસંદ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે તમે આલુ પેટીસને તમારી પસંદની ચટણી સાથે ખાઈ શકો છો. આ ઇન્ડિયન નાસ્તો ઘરે ઘે ત્યારે બનાવી શકાય છે. તો ચાલો જાણીએ આલુ પેટીસ બનાવવાની રેસીપી વિશે જાણીએ.

સામગ્રી

 • બટાકા
 • કાંદા
 • લીલી મરચી
 • આદુની પેસ્ટ
 • કેપ્સીકમ
 • લીંબુનો રસ
 • હળદર
 • લાલ મરચું પાવડર
 • ચાટ મસાલો
 • જીરૂ
 • લીલા ધાણા
 • કોર્ન ફ્લોર
 • બ્રેડ
 • તેલ તળવા માટે

આલુ પેટીસ બનાવવાની રીત

 1. ઘરે જ આલુ પેટીસ બનાવવા માટે સૌથી પહેલા એક મોટું બાઉલ લેવું.
 2. પછી આ બાઉલમાં ૨ બાફેલા બટાકા નાખવા.
 3. પછી એમાં જીણા સમારેલા કાંદા નાખવા.
 4. ત્યાર પછી એક એકે કરીને મરચી, આદુની પેસ્ટ, કેપ્સીકમ, લીંબુનો રસ, હળદર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, શેકેલું જીરૂ, જીના સમારેલા લીલા ધાણા વગેરે બધી વસ્તુ નાખીને સરખી રીતે મિક્ષ કરી લેવું.
 5. પછી એક કટોરીમાં કોર્ન ફ્લોરમાં પાણી નાખીને એમનું પાતળું પેસ્ટ બનાવવું.
 6. ત્યાર બાદ એક પ્લેટમાં બ્રેડ રાખવા.
 7. બટાકાના મિશ્રણને હાથમાં પાણી લગાવીને નાની નાની ટીક્કી બનાવી લેવી.
 8. પછી એને કોર્ન ફલોરમાં મિક્ષ કરવી અને બટાકા બ્રેડની ચારે બાજુ લગાવી લેવું.
 9. પછી એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરવું અને પછી એક એક કરીને પેટીસને તળી લેવી.

હવે બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી આલુ પેટીસ. આલુ પેટીસ જોવામાં ટીક્કીની જેવી જ છે, પરંતુ એને બનાવવાની રીત થોડી અલગ છે એટલા માટે એને પેટીસ કહે છે. આ આલુ પેટીને તમારી પસંદની ચટણી સાથે સર્વ કરવી.


Post Views:
11Source link

Like it.? Share it: