આજે જ ઘરે બનાવો આ સ્વાદિષ્ટ બ્રેડ ઉપમાની વાનગીઆજે જ ઘરે બનાવો આ સ્વાદિષ્ટ બ્રેડ ઉપમાની વાનગી

બ્રેડ ઉપમા સરળ, ઝડપથી બની શકે એવા અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે સાદા ઉપમા તો ખાધા જ હશે, તો આજે બનાવો સ્વાદિષ્ટ બ્રેડ ઉપમા. જે સવારના નાસ્તામાં પીરસવા માટે એકદમ ઉત્તમ ગણાય છે. આ રેસિપી બનાવવા માટે જે પણ સામગ્રી જોઈએ તે બધી તમે તમારા ઘરમાં રાખતા જ હશો અને આ રેસિપીની રીત પણ રવા ઉપમા જેવી જ છે. તો ચાલો આજે અમે આ રેસીપીનું પાલન કરીને બ્રેડ ઉપમા બનાવવાની રીત વિશે જણાવીશું.

સામગ્રી

 • બ્રેડ સ્લાઈસ (સફેદ અથવા બ્રાઉન),
 • રાઈ, જીરૂ,
 • અડદની દાળ,
 • હિંગ,
 • લીમડો,
 • એક મોટી ડુંગળી – જીણી સમારેલી,
 • ટામેટાના નાના ટુકડા,
 • લીલી મરચી,
 • મગફળીના દાણા, થોડા કાજુ,
 • હળદર,
 • તેલ,
 • મીઠું સ્વાદાનુસાર અને લીલા ધાણા.

બ્રેડ ઉપમા બનાવવાની રીત

 1. સૌથી પહેલા બ્રેડ સ્લાઈસના નાના નાના ટુકડા કરી લેવા. તમે આ વિધિમાં તમારી પસંદ મુજબ સફેદ બ્રેડ અથવા બ્રાઉન બ્રેડ (ઘઉંની બ્રેડ) નો ઉપયોગ કરી શકો છો.
 2. એક કડાઈ અથવા પૈનમાં મધ્યમ તાપ પર થોડું તેલ ગરમ કરવું. તેમાં રાઈ, જીરૂ અને અડદની દાળ નાખવી. જયારે રાઈ ફૂટી જાય ત્યાર પછી તેમાં હિંગ અને લીમડો નાખવો.
 3. ત્યાર પછી કાપેલા કાંદા, કાપેલી લીલી મરચી, મગફળીના દાણા અને કાજુ નાખીને હલાવવું.
 4. ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી ચડવા દેવી.
 5. પછી તેમાં કાપેલા ટામેટા, હળદર અને મીઠું નાખીને સરખી રીતે મિક્ષ કરવું.
 6. ટામેટા ચડી ન જાય ત્યાં સુધી હલાવતા રહેવું.
 7. થોડું પાણી નાખવું અને પછી સરખી રીતે મિક્ષ કરી લેવું અને ૨ મિનીટ માટે ચડવા દેવું.
 8. ત્યારબાદ તેમાં બ્રેડના ટુકડા નાખવા અને બધુ મિક્ષ કરી લેવું.
 9. પછી એને ઢાંકી દેવું અને મધ્યમ તાપ પર ૨-૩ મિનીટ માટે ચડવા દેવું.
 10. ત્યાર પછી ગેસ બંધ કરી દેવો, પછી તેમાં લીલા ધાણા નાખીને શણગારવું અને સાંજે નાસ્તામાં ચા સાથે ગરમા ગરમ પીરસવા.

હવે તૈયાર છે બ્રેડ ઉપમા, તમે આ વાનગીને સેવ થી પણ શણગારી શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
43Source link

Like it.? Share it: