આંખોની આસપાસ રહેલા આ સફેદ ડાઘ હોઈ શકે છે આ બીમારીના લક્ષણો


 આંખોની આસપાસ રહેલા આ સફેદ ડાઘ હોઈ શકે છે આ બીમારીના લક્ષણો

આજના સમયમાં દરેક લોકો મોટે ભાગે જ જંકફુડ ખાવાનું પસંદ કરતા હોય છે. અને આ જંકફૂડની અંદર વાપરવામાં આવતા તેલ બટર અને ચીઝના કારણે તમારા શરીરની અંદર વિપુલ માત્રામાં કોલેસ્ટ્રોલ જમા થતું હોય છે. જ્યારે શરીરની અંદર કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ વધુ વધી જાય છે ત્યારે ચહેરા ઉપર અનેક પ્રકારના સફેદ દાગ જોવા મળતા હોય છે. શરીરની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે ત્યારે તમારી આંખોની આસપાસ સફેદ ડાઘ ની સમસ્યા સર્જાતી હોય છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના કારણે આપણી આંખોની આસપાસ જે કોઈપણ સમસ્યા સર્જાય છે તે આપણા માટે ખૂબ જ નુકસાન દાયક હોય છે. આંખોની આસપાસ જમા થયેલું આ કોલેસ્ટ્રોલ તમારી સુંદરતાને પણ નષ્ટ કરી દે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપાય કે જે કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલું આ કોલેસ્ટ્રોલ દૂર થઈ શકે છે.

 

મેથીના બી

મેથીના બીજ ની અંદર તમારા શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને ઓછું કરવાનો ગુણ હોય છે. જો રાત્રે એક ગ્લાસ જેટલા પાણીની અંદર આ મેથીના દાણા પલાળી અને સવારે ખાલી પેટે આ મેથીના દાણા ખાઈ લેવામાં આવે તો તમારા શરીરની અંદર રહેલું કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે. અને તમારા આંખોની આસપાસ રહેલી આ સમસ્યા પણ દૂર થઈ જાય છે.

 

લસણ

તમારી આંખોની આસપાસ જમા થયેલા કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે લસણ સૌથી કારગર ઔષધી સાબિત થાય છે. જો લસણની પેસ્ટ બનાવી અને તેની આંખોની આસપાસ 15થી 20 મિનિટ સુધી લગાવી રાખવામાં આવે તો માત્ર બે જ દિવસની અંદર તમારી આંખોની આસપાસ જમા થયેલું આ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે. આ ઉપરાંત તમે લસણનો ઉપયોગ તમારા રેગ્યુલર શાકભાજી ની અંદર પણ કરી શકો છો.

 

કેળાની છાલ

ખેડા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. અને આથી જ કેળાના છાલનો ઉપયોગ તમે તમારા આંખોની આસપાસ જમા થયેલા કૉલેસ્ટ્રોલને દૂર કરવા માટે કરી શકો છો. આ માટે જો કેળાની છાલ નો ઉપયોગ કરીને તમારી આંખોની આસપાસના એરિયામાં મસાજ કરવામાં આવે તો તેના કારણે આંખોની આસપાસ જમા થયેલું આ કોલેસ્ટ્રોલ દૂર થઈ શકે છે અને તમારી સુંદરતા પણ વધી શકે છે.

 

દૂધ

દૂધ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે. જો દરરોજ એક ગ્લાસ જેટલું દૂધ પીવામાં આવે તો આપણે આંખોની આસપાસ રહેલા કાળા ડાઘા તથા ચહેરા ઉપરના દરેક દૂર થઈ શકે છે. જો રૂની મદદથી આંખોની આસપાસ રહેલા આ કોલેસ્ટ્રોલ ના ડાઘ ની અંદર દૂધ લગાવવામાં આવે તો તેના કારણે પણ એ ડાઘ દૂર થઈ શકે છે.

 

દહી

દહીની અંદર ભરપૂર માત્રામાં લેક્ટિક એસિડ હોય છે. જે બ્લીચીંગ નું કાર્ય કરતુ હોય છે અને આથી જ દહીની અંદર થોડું લીંબુ ભેળવીને તમારી આંખોની આસપાસ તેના દ્વારા મસાજ કરવામાં આવે તો તમારી આંખોની આસપાસ જમા થયેલું આ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: