અમિતાભ બચ્ચનનું સાચું નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ હતું, જાણો અમિતાભ ની અમુક રહસ્યમય બાબત.


અમિતાભ બચ્ચનનું સાચું નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ હતું, જાણો અમિતાભ ની અમુક રહસ્યમય બાબત.

નમસ્તે દોસ્તો, આજના આ આર્ટીકલમાં તમારું સ્વાગત છે. સદીના મોટા કલાકાર અમિતાભ બચ્ચનનું નામ આજે આખી દુનિયામાં જાણીતું છે. આજ સુધી એમના વિશે ખુબ જ જોવા અને સંભાળવા મળ્યું છે, પરંતુ દોસ્તો હવે અમે તમને અમિતાભ બચ્ચનની અમુક એવી બાબતો વિશે જણાવીશું, જેના વિશે તમે કોઈ નહિ જાણતા હોય.

૧. અમિતાભનું નામ ઇન્કલાબ રાખવામાં આવ્યું હતું, પરંતુ એમના સાથી મિત્ર સુમિત્રાનંદન પંતની સલાહ મુજબ હરિવંશ રાય બચ્ચને એમનું નામ બદલીને અમિતાભ કરી નાખ્યું. એમની અટક શ્રીવાસ્તવ હતી પરંતુ એમના પિતા હરિવંશ રાયે એ પણ બદલીને બચ્ચન રાખી લીધી.

૨. ફિલ્મમાં આવતા પહેલા અમિતાભ વોઈસ-ઓવર નું કામ કરતા હતા. એક વોઈસ ઓવર માટે એમને લગભગ ૫૦ રૂપિયા સુધી મળતું હતું.

૩. અમિતાભ દિલીપકુમારને એમના ગુરૂ માનતા હતા. અમિતાભે દિલીપ કુમારની ફિલ્મ ગંગા જમના કોલેજમાં ગુલ્લી મારીને ઓછામાં ઓછી ૨૫ વાર જોઈ હતી.

૪. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન બંને હાથેથી બરાબર લખી શકતા હતા.

૫. અમિતાભ અને જયા બચ્ચનની ફિલ્મ અભિમાન શ્રીલંકામાં દોઢ વર્ષ સુધી ચાલી હતી. આ ફિલ્મ શ્રીલંકાના ઇતિહાસમાં તે સમયમાં સૌથી સુપર હીટ હતી.

૬. તમને ખબર નહિ હોય કે શોલે ફિલ્મના ડીરેક્ટર અમિતાભની જગ્યાએ શત્રુઘ્ન સિન્હા ને લેવા ઇચ્છતા હતા કારણકે શરૂઆતના સમયમાં અમિતાભની મોટાભાગની ફિલ્મ અસફળ જ રહેતી હતી.

૭. કુલીની ઘટના પછી જયારે અમિતાભને લોહીની જરૂર હતી ત્યારે સૌથી વધારે લોહી આપવા વાળી પુનીત ઈસ્સરની પત્ની હતી.

૮. એક સમય હતો જયારે ફિલ્મફેર – માધુરી મેગ્જીન વાળાએ અમિતાભને અપમાનિત કર્યા હતા પરંતુ ફિલ્મમાં આવ્યા પછી અમિતાભને ૩૦ થી વધારે વખત ફિલ્મફેર પુરસ્કાર માટે નોમીનેટ કરવામાં આવ્યા.

૯. અમિતાભ અને જયા બચ્ચન કોઈ ફિલ્મ સેટ કે પાર્ટીમાં મળ્યા ન હતા પરંતુ બંને પૂણાની ફિલ્મ એંડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટમાં મળ્યા હતા. જયા બચ્ચન ત્યાં વિદ્યાર્થી હતી અને અમિતાભ બચ્ચન સાત હિન્દુસ્તાનીના શુટિંગ માટે ત્યાં ગયા હતા.

૧૦. અમિતાભ બચ્ચનની ખુબ જ લોકપ્રિય ફિલ્મ શહંશાહની સાચી કહાની એમની પત્ની જયા બચ્ચને લખી હતી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: