ॐ નો જાપ કરવાથી થાય છે આ રોગનો જડમુળથી નાશ.


ॐ નો જાપ કરવાથી થાય છે આ રોગનો જડમુળથી નાશ.

ॐ શબ્દ ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ખુબ જ મહત્વપૂર્ણ છે. ધર્મ ગ્રંથો મુજબ બ્રહ્માંડમાં જીવનની ઉત્પત્તિ જ ઓમની ધ્વનીથી થઇ છે. ॐ શબ્દનો જાપ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. ગ્રંથોમાં કહેવાય છે કે જયારે બ્રહ્માંડમાં કોઈ ન હતું ત્યારે એક અવાજ ઉત્પન્ન થયો હતો, જેનાથી જીવ અસ્તિત્વમાં આવ્યો. આ અવાજ ભગવાન શિવનો મંત્ર ॐ હતો.

પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ તપસ્યા માટે આ ॐ શબ્દનું ઉચ્ચારણ કરતા હતા. ઓમ શબ્દનો ઉચ્ચાર કરવાથી વિજ્ઞાનની દ્રષ્ટિથી શરીર પર પણ સારો પ્રભાવ પડે છે. આ શબ્દ ઓમ ऊ व म થી મળીને બનાવેલ છે. જયારે આપણે આ શબ્દનો ઉચ્ચાર કરતી વખતે શ્વાસ લઈને છોડીએ છીએ, ત્યારે આપણા શરીરમાં એક વિશેષ પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન થાય છે, આ શબ્દનો દરરોજ ૧૦ થી ૧૧ વાર ઉચ્ચાર કરીએ તો શરીરમાં ઘણી નાડી ખુલી જાય છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

 

દરરોજ સવારે નો જાપ કરવાના ફાયદા

ઓમ શબ્દનો ઉચ્ચાર કરવાથી ગળામાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. નિયમિત ધ્રુજારી ઉત્પન્ન થવાથી શરીરમાં થાયરોઇડ નિયંત્રિત રહે છે.

ઓમ શબ્દનો ઉચ્ચાર શરીરમાંથી ઝેરીલા તત્વને બહાર કાઢે છે અને થકાવટ દુર કરે છે. વિજ્ઞાનનું માનવું છે કે આ શબ્દના ઉચ્ચારણથી થકાવટની સમસ્યા પણ રહેતી નથી. અમુક લોકોને માનસિક થકાવટને કારણે ઊંઘ નથી આવતી, એ લોકો માટે ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો એ રામબાણ ઉપાય છે.

ઓમ શબ્દનો ઉચ્ચાર પેટ સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓનું નિવારણ કરે છે. આ શબ્દના ઉચ્ચારથી ડાઈજેશન પણ સરખું રહે છે.

આ શબ્દ બોલવાથી વ્યક્તિના ચહેરા પર એક અલગ જ ચમક નજર આવે છે, ઓમ શબ્દના ઉચ્ચારણથી મગજ પણ તેજ ચાલે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
59



Source link

Like it.? Share it: